ઇન્ટરનેશનલ

Iran નું ઇઝરાયેલના પીએમ નેતન્યાહુને જાનથી મારવાનું ષડયંત્ર, ગુપ્તચર એજન્સીઓનો દાવો

તેલ અવીવ : ઇઝરાયેલ છેલ્લા એક વર્ષથી હમાસ સામે યુદ્ધ લડી રહ્યું છે. આ દરમિયાન હવે તેનો સામનો લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ સાથે છે. જો કે ઈઝરાયેલે આ બંનેનો ખૂબ જ તાકાતથી સામનો કર્યો અને દુશ્મનોની કમર તોડી નાખી છે. હાલમાં ઇઝરાયેલની સેનાએ હિઝબુલ્લાહના ચીફ હસન નસરાલ્લાહને મારી નાખ્યો છે. તે પૂર્વે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા પણ માર્યો ગયો હતો. આ બધાની વચ્ચે ઈઝરાયેલની સુરક્ષા એજન્સી શિન બેટે માહિતી આપી હતી કે તેમણે છેલ્લી ઘડીએ ઈરાનના(Iran) ઘણા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે હાલમાં જ મોમી અમાન નામના 73 વર્ષના ઈઝરાયેલી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.જેને ઈરાન દ્વારા પીએમ બેન્જામિન નેતન્યાહુ સહિત ઘણા મહત્વપૂર્ણ લોકોની હત્યામાં મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

ઈઝરાયેલ દ્વારા ઈરાનને થયેલા નુકસાનથી ઈરાન આક્રોશમાં છે. તે જડબાતોડ બદલો લેવાનું વિચારી રહ્યું છે. ખુદ ઈઝરાયલે પણ સ્વીકાર્યું છે કે ઈરાન હવે નરસંહાર કરવાના મૂડમાં છે. ઈરાન આ માટે સતત ષડયંત્ર રચી રહ્યું છે.

ઈરાન કેવા લોકોને ટીમમાં સામેલ કરવા માંગે છે ?

ઈઝરાયેલની સુરક્ષા એજન્સી શિન બેટે દાવો કર્યો છે કે તાજેતરના દિવસોમાં ઈરાને અનેક લોકોને મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગુપ્ત માહિતીના આધારે હુમલો થાય તે પહેલા જ અટકાવી દેવામાં આવ્યો હતો. ઈઝરાયેલની ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે ઈરાન એવા લોકોને નિશાન બનાવી રહ્યું છે. જેમને તેમની ટીમમાં સામેલ થવા માટે નોકરી અને પૈસાની જરૂર છે. તેમને ઑનલાઇન માધ્યમ દ્વારા શોધી પછી તેમને અલગ અલગ જગ્યાઓ પર ફોન મુકવાનું, પત્રિકાઓ વહેંચવાનું, દિવાલો પર લખવાનું અને ઇઝરાયેલમાં વિવિધ સ્થળોએ વાહનને સળગાવવાનું કામ સોંપવામાં આવે છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો