ઈરાને કતારમાં અમેરિકાના બેઝ પર કર્યો હુમલો, છોડી 6 મિસાઈલ...

ઈરાને કતારમાં અમેરિકાના બેઝ પર કર્યો હુમલો, છોડી 6 મિસાઈલ…

દોહાઃ ઈરાનના પરમાણુ ઠેકાણા પર અમેરિકાના હવાઈ હુમલા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ઈરાને કતાર સ્થિત અમેરિકન બેઝને નિશાન બનાવ્યું હતું. દોહામાં અમેરિકાના બેઝ પર 6 મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયલના અધિકારી દ્વારા પણ હુમલાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ હુમલાને અમેરિકા પર ઈરાનની જવાબી કાર્યવાહી તરીકે જોવામાં આવે છે.

ઈરાને કતારના અલ ઉદીદ એરબેઝને નિશાન બનાવ્યું હતું. અમેરિકાએ ઈરાનના પરમાણુ કેન્દ્રો પર બોમ્બમારો કર્યો હતો, જેના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઈરાનની સરકારી ટેલીવિઝન પર આ હુમલાની જાહેરાત કરી હતી. ટેલીવિઝન પર તેને અમેરિકાની આક્રમકતા સામે જવાબ આપવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.

ઈઝરાયલના અધિકારીએ જણાવ્યું કે, ઈરાને કતારમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણા પર 6 મિસાઈલ છોડી હતી. આ પહેલા રવિવારે અમેરિકાએ ઈરાનની ત્રણ ન્યૂક્લિયર સાઈટ્સને નિશાન બનાવી હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button