ઇન્ટરનેશનલસ્પોર્ટસ

આવી ગઈ IPL 2025ની ઑક્શન તારીખ, 24-25 નવેમ્બરે સાઉદી અરબમાં થશે ખેલાડીઓની હરાજી…

IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં ખેલાડીઓના મેગા ઑક્શનની (IPL Mega Auction 2025) તારીખ જાહેર થઈ ગઈ છે. 24 અને 25 નવેમ્બરે સાઉદી અરબના જેદ્દામાં (Jeddah Saudi Arabia) ખેલાડીઓની હરાજી થશે. જેદ્દાના અબાદી અલ જોહર એરિનામાં ઓક્શન કાર્યક્રમ યોજાશે. અહીંયાથી 10 મિનિટના અંતરે આવેલી હોટલ શાંગરી-લામાં ખેલાડીઓ તથા અન્ય લોકોના રોકાણની વ્યવસ્થા થશે. આઈપીએલ ઓથોરિટી તરફથી જણાવવામાં આવ્યા મુજબ, તેમની સંચાલન ટીમ વીઝા અને લોજિસ્ટિક્સ જરૂરિયાતો માટે ખેલાડીઓ તથા અન્ય સ્ટાફના સંપર્કમાં રહેશે.

આ પણ વાંચો : IPL 2025 Retention: આ ખેલાડીઓ થયા માલામાલ, આ ટીમોએ કેપ્ટન્સને પણ છુટા કર્યા, જાણો રસપ્રદ બાબતો

https://twitter.com/IPL/status/1853819878916161991

તમામ 10 ફ્રેન્ચાઇઝી દ્વારા તેમના રિટેન ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે બાદ ઓક્શન તારીખની રાહ જોવાતી હતી. કરોડો ક્રિકેટ ફેન્સ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઑક્શન તારીખની જાહેરાત બાદ ક્રિકેટ ચાહકોની નજર કઈ ફ્રેન્ચાઇઝી કયા ખેલાડીને ખરીદશે તેના પર રહેશે.

આ પણ વાંચો : IPL 2025: આઈપીએલ ખેલાડીઓનું રિટેંશન લિસ્ટ થયું જાહેર, જાણો પંત, ધોની, રોહિત શર્માનું શું થયું

ઑકશન માટે 1574 ખેલાડીએ રજિસ્ટ્રેશન કરાવ્યું થછે, જેમાં 320 કેપ્ડ અને 1244 અનકેપ્ડ ખેલાડી છે.

10 ફ્રેન્ચાઇઝી કેટલો ખર્ચો કરી શકશે
10 ફ્રેન્ચાઇઝી પાસે કુલ 204 સ્લોટ પર ખર્ચ કરવા માટે આશરે 641.5 કરોડ રૂપિયા હશે. આ 204 સ્લોટમાં 70 વિદેશી ખેલાડી પણ સામેલ છ. અત્યાર સુધીમાં 10 ફ્રેન્ચાઇઝીએ 46 ખેલાડીઓને રિટેન કર્યા છે.

કઈ ટીમે કયા ખેલાડીઓને કર્યા રિટેન

ચેન્નાઈ સુપર કિંગ્સ: રૂતુરાજ ગાયકવાડ, મતિશા પથિરાના, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની


દિલ્હી કેપિટલ્સ: અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ


ગુજરાત ટાઇટન્સઃ રાશિદ ખાન, શુભમન ગિલ, સાઇ સુદર્શન, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન


કોલકાતા નાઈટ રાઈડર્સઃ રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, રમનદીપ સિંહ


લખનઉ સુપર જાયન્ટ્સ: નિકોલસ પુરન, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, મોહસીન ખાન, આયુષ બદોની


મુંબઈ ઈન્ડિયન્સ: જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, તિલક વર્મા


રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, સંદીપ શર્મા


સનરાઇઝર્સ હૈદરાબાદ: પેટ કમિન્સ, અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ


પંજાબ કિંગ્સ: શશાંક સિંહ, પ્રભસિમરન સિંહ


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, રજત પાટીદાર, યશ દયાલ.

આ પણ વાંચો : IPL 2025: અમદાવાદનો આ પૂર્વ ખેલાડી ગુજરાત ટાઈટન્સનો બનશે બેટિંગ મેન્ટોર, જાણો કેવી છે કરિયર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button