ચીનમાં iPhone 17 બનાવતા કર્મચારીઓ પર થયો અત્યાચાર: સર્વેમાં મોટો ખુલાસો...
ઇન્ટરનેશનલ

ચીનમાં iPhone 17 બનાવતા કર્મચારીઓ પર થયો અત્યાચાર: સર્વેમાં મોટો ખુલાસો…

નવી દિલ્હી/બીજિંગઃ ગયા અઠવાડિયા દરમિયાન iPhone 17 લોન્ચ કરવામાં આવ્યો હતો. iPhone સીરીઝના મોબાઈલના ચાહકો પાસે તે પહોંચી પણ ગયો છે. જોકે, આ મોબાઈલ જેટલી સરળ રીતે યુઝર્સ સુધી પહોંચ્યો છે. તેની પાછળ તેને બનાવનાર કર્મચારીઓની મહેનત જવાબદાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચીનમાં iPhone 17 બનાવવાની કામગીરી દરમિયાન કર્મચારીઓને દર અઠવાડિયે 60થી 75 કલાક કામ કરવું પડતું હતું.

ચીનની ઝેંગ્ઝૌ ફેક્ટરીમાં iPhone 17નું પ્રોડક્શન

ચીનનું ફૉક્સકોન ટેક્નોલોજી ગૃપ એપલ કંપનીનું પ્રોડક્શન પાર્ટનર છે. તેનું કેમ્પસ એટલું મોટું છે કે તેને ‘iPhone શહેર’ તરીકે ઓળખવામાં આવે છે. ફૉક્સકોન ટેક્નોલોજી ગૃપની ઝેંગ્ઝૌ ફેક્ટરીમાં iPhone 17ના પ્રોક્શનની કામગીરી કરવામાં આવી હતી. જેને લઈને ચીનના લેબર વોચ નામની એનજીઓના સર્વેમાં ચોંકાવનારો દાવા કરવામાં આવ્યા છે.

લેબર વોચ એનજીઓ દ્વારા માર્ચ 2025થી સપ્ટેમ્બર 2025ના સમયગાળા દરમિયાન કામદારોની પરિસ્થિતિનો સર્વે કરવામાં આવ્યો હતો. આ અહેવાલ અનુસાર માર્ચથી સપ્ટેમ્બર દરમિયાન એપ્પલ કંપની અને તેના સપ્લાયર નવા iPhone તૈયાર કરવામાં વ્યસ્ત હતા, તેથી તેમની ફેક્ટરીમાં કામ કરતા કામદારોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

બળજબરીપૂર્વક કામ કરાવ્યું હોવાનો દાવો

ફોક્સકોન ટેક્નોલોજી ગૃપ દ્વારા કર્મચારીઓનો પગાર અટકાવવો, ઓવરટાઈમ કરાવવો, બળજબરીપૂર્વક નાઈટ શિફ્ટમાં કામ કરાવવા જેવા પગલા લેવામાં આવ્યા હતા. સંસ્થાના અહેવાલ અનુસાર કર્મચારીના પગારનો બીજો ભાગ આગલા મહિના સુધી અટકાવી રાખવામાં આવ્યો હતો.

મોટાભાગના કર્મચારીઓ પાસે દર અઠવાડિયે 60થી 75 કલાક કામ કરાવવામાં આવ્યું હતું. ચીનના લેબર લો અને એપ્પલ કંપની દ્વારા કર્મચારીઓ પાસે અઠવાડિયામાં 60 કલાક કામ કરાવવાની સમયસીમા નક્કી કરવામાં આવી છે. પરંતુ લેબર વોચ એનજીઓના રિપોર્ટ અનુસાર ચીનમાં આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

ફોક્સકોન ગૃપ મોટી સંખ્યામાં હંગામી ધોરણે કર્મચારીઓને કામકાજ પર રાખે છે. આ એવા કર્મચારીઓ હોય છે, જેઓને કોઈ એજન્સી દ્વારા થોડા સમય માટે કામ પર રાખવામાં આવે છે. રિપોર્ટ અનુસાર માર્ચથી સપ્ટેમ્બર દરમિયાન અહીં દોઢથી 2 લાખ કર્મચારીઓ કામ કરે છે. જે પૈકીના 50 ટકા કર્મચારીઓ હંગામી કર્મચારીઓ છે.

આ સંખ્યા ચીન સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદા કરતા પાંચ ગણી વધારે છે. રિપોર્ટમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, ફોક્સકોન ગૃપ આવા હંગામી કર્મચારીઓ પાસે કામ કરાવીને નિયમોનો ભંગ કરી રહી છે.

એપલ કંપનીએ આપ્યો જવાબ

એપલ કંપનીએ જવાબ આપતા જણાવ્યું કે, “અમારા સપ્લાયરોને સલામત કામ કરવાની સુવિધા આપવી પડે છે. તેમણે કર્મચારીઓ સાથે ગરિમા અને સમ્માનપૂર્વક વર્તન કરવાનું હોય છે. તેમણે નિષ્પક્ષ અને નૈતિકરૂપે કામ કરવાનું હોય છે. સાથોસાથ એપલ માટે પ્રોડક્ટ બનાવતી વખતે અથવા સેવા આપતી વખતે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીઓની રીતોનો ઉપયોગ કરવાનો હોય છે.

એપલ કંપનીએ આગળ જણાવ્યું કે, “અમે નિયમિતપણે થર્ડ પાર્ટી દ્વારા ઓડિટ કરાવતા રહીએ છીએ. અમારી સપ્લાઈ ચેનમાં ક્યારેય પણ કોઈ સમસ્યા આવે, ત્યારે અમે તરત કાર્યવાહી કરીએ છીએ. અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે, અમારા ઉચ્ચ માપદંડોનું પાલન કરવામાં આવે. આ મામલે એપલની ટીમે ત્યાં હાજર હતી અને તેમને તરત તપાસ શરૂ કરી દીધી હતી.

આ પણ વાંચો…નવા iPhone 17 પર સ્ક્રેચ દેખાયા! હોબાળો થતા Appleએ આવી સ્પષ્ટતા આપી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button