ઇન્ટરનેશનલ

ઇરાન પર પરમાણુ હુમલાની તૈયારીમાં હતું ઇઝરાયલ…

ઇઝરાયલ અને ગાઝા ઉપરાંત હવે ઇઝરાયલ-ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી મધ્ય પૂર્વના વિસ્તારોમાં અશાંતિ પ્રવર્તે છે. દરમિયાન હાલમાં લીક થયેલા કેટલાક અમેરિકન દસ્તાવેજોમાં એવી માહિતી જાણવા મળી છે જેનાથી સનસની મચી જશે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં હિઝબુલ્લાહે પણ હવે ઇઝરાયલ સામે શિંગડા ભેરવ્યા છે, જેને કારણે હાલમાં ઇઝરાયલ હમાસ અને હિઝબુલ્લાહ એમ બેવડા મોરચે લડી રહ્યું છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે હમાસ અને હિઝબુલ્લાહ બંનેને દુનિયાભરમાંથી માત્ર એક દેશનું સમર્થન મળી રહ્યું છે અને તે છે ઇરાન. ઇરાન હમાસ અને હિઝબુલ્લાહ બંનેનું સમર્થન કરી રહ્યું છે. આમ હાલમાં તો ઇરાન ઇઝરાયલનો કટ્ટર વિરોધી દેશ બન્યો છે. એવામાં હાલમાં એક અમેરિકન ગુપ્ત સ્તાવેજ લીક થયો છે. આ દસ્તાવેજ કેવી રીતે લીક થયો એની મથામણમાં ના પડતા એમાં જે ચોંકાવનારા ખુલાસા થયા છે તે જાણીએ.

આ લીક થયેલા ગુપ્ત દસ્તાવેજોમાંથી જાણવા મળ્યું છે કે ઇઝરાયલ મધ્યમ રેન્જના બેલિસ્ટિક જેરિકો-2 મિસાઇલથી ઇરાન પર હુમલા કરવાની યોજના બનાવી હતી. આ હુમલો 16 ઑક્ટોબરે થવાનો હતો, જોકે, બાદમાં કોઇક કારણસર આ હુમલો અટકાવી દેવામાં આવ્યો હતો. જો ઈઝરાયલે આ મિસાઈલનો પૂરો ઉપયોગ કર્યો હોત તો ઈરાન પાસે બચવાની કોઈ તક ન હોત. કારણ કે ઈરાન પાસે ઈઝરાયેલની જેમ એર ડિફેન્સ કવર નથી.

આ પણ વાંચો : હિઝબુલ્લાહનો ડ્રોનથી ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુના ઘરને નિશાન બનાવવાનો પ્રયાસ

જેરિકો-2 મિસાઇલ અત્યંત ખતરનાક છે, જે સુપરસોનિક ઝડપે હુમલો કરે છે. હાલમાં ઇરાન પાસે આવી મિસાઇલોને રોકવા કોઇ સુરક્ષા પ્રણાલી કે સાધન નથી. જેરિકો-2 મિસાઇલ ત્રણ અલગ અલગ વેરિએન્ટમાં આવે છે. તેની રેન્જ 500, 1500 અને 4800 કિમી સુધીની છે. તેમાં પરમાણુ બૉમ્બ જેવી વિશેષતાઓ ના હોવા છતાં પણ ઇઝરાયલે તેના પરમાણુ બૉમ્બ શસ્ત્રાગારમાં સામેલ કર્યા છે. આ ત્રણે રેન્જના મિસાઇલો હાયપરસોનિક સ્પીડે હુમલો કરે છે, જેને રોકવા માટે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ સક્ષમ નથી, તેથી જો ઇઝરાયલે આ મિસાઇલોથી હુમલો કર્યો હોત તો ઇરાનની બરબાદી નક્કી જ હોત.
ઇઝરાયલ પાસે કેવા પરમાણુ શસ્ત્રો છે એ વિશે હાલમાં વધુ કોઇ જાણકારી નથી. છેક 1960માં અમેરિકાને ગુપ્ત પરમાણુ કાર્યક્રમની જાણ થઈ હતી. જોકે, ઇઝરાયલે ક્યારેય પરમાણુક્ષમતાઓની પુષ્ટિ કરી નથી કે તેને નકાર્યા પણ નથી.

ઈઝરાયલ લેબેનોનમાં ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહ પર સતત હુમલા કરી રહ્યું છે. જેને કારણે ઈરાન પણ એકદમ ડરેલું છે. હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મૃત્યુથી રોષે ભરાઇને ઇરાને ઈઝરાયલ પર 200 મિસાઈલો ફેંકી હતી. આ પછી ઈઝરાયલ પહેલા કરતા વધુ આક્રમક બન્યું છે અને તેણે હમાસ અને હિઝબુલ્લાહનું નામોનિશાન મિટાવવાનું નક્કી કર્યું છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker