Inernational: ગ્રીસમાં કોસ્ટ ગાર્ડ ઓપરેશનમાં પાંચ પ્રવાસીના મોત, અનેક ગુમ

એથન્સઃ ગ્રીસના ક્રેટ ટાપુના દક્ષિણમાં અનેક ઓપરેશનમાં ઓછામાં ઓછા પાંચ પ્રવાસીના મોત થયા હતા. જ્યારે અનેક ગુમ થયા હતા તેમ જ ૨૦૦થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, એમ કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું.
આ પણ વાંચો: એવું શું થયું કે પાકિસ્તાને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે દરિયાઈ સરહદ ખોલી…
કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર શુક્રવારે મોડી રાત્રે ચાર ઓપરેશન શરૂ થયા હતા અને હજુ પણ ચાલુ છે. ચાલી રહેલા ઓપરેશનમાં ૩૯ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને ક્રેટ લઇ જવામાં આવ્યા છે. પાણીમાંથી પાંચ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બચી ગયેલા લોકોએ જણાવ્યું કે એ બોટમાં ડઝનેક લોકો હતા. શનિવારે બચાવ કામગીરીમાં કુલ નવ જહાજ અને બે હેલિકોપ્ટર તૈનાત હોવાનું કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું.
ગાવડોસ નજીક અન્ય બે ઓપરેશનમાં અનુક્રમે ૪૭ અને ૮૯ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ અભિયાનો પૂર્ણ થઇ ગયા છે. પેલોપોનીઝમાંથી ૨૮ અન્ય પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. જેમાંથી કોઇ પણ ગુમ થયાના સમાચાર નથી.
કોસ્ટ ગાર્ડે નૌકાદળના હેલિકોપ્ટર અને વ્યાપારી જહાજોની સાથે સાથે યુરોપિયન સરહદ સુરક્ષા એજન્સી ફ્રન્ટેક્સના જહાજોની મદદથી રાતભર વ્યાપક શોધ અને બચાવ કામગીરી ચાલુ રાખી હતી. ગ્રીસ સરકારના અધિકારીઓનું કહેવું છે કે મધ્ય પૂર્વમાં સંઘર્ષોને કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.