ડોનાલ્ડ ટ્રમ્પ ફરી બન્યા મિસ્ટર પ્રેસીડેન્ટ, જાણો તેમના અંગત અને રાજકીય જીવનની સફર વિષે

મુંબઈળ: અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ‘ટ્રમ્પ લહેર’ જોવા મળી છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ સામે મોટી જીત નોંધાવી છે. આગામી ચાર વર્ષ અમેરિકાની કમાન ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ જીવન ખુબજ રસપ્રદ રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 14 જૂન, 1946ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. તેમનો પરિવાર પહેલેથી જ ઘણો સમૃદ્ધ હતો. જ્યારે ટ્રમ્પ નાના હતા, ત્યારે તેમની માતાની તબિયત ખરાબ રહેતી, આથી તેઓ માતા સાથે ઓછો સમય પસાર કરતા, એટલે તેમના પર પિતાનો પ્રભાવ વધુ પડ્યો.
ડોનાલ્ડ ટ્રમ્પ સ્કૂલના સમયમાં પણ ખૂબ જ આક્રમક હતા અને તેમના પિતાને વારંવાર ડોનાલ્ડ વિશે ફરિયાદો મળતી, તેઓ સ્કૂલના દિવસોમાં પણ બાળકો સાથે ઝઘડો કરતા. આ કારણે ડોનાલ્ડના પિતાએ તેમને મિલિટ્રી સ્કૂલમાં એડમિશન અપાવ્યું હતું. તે સમયે તેઓ 13 વર્ષના હતા.
મિલિટરી સ્કૂલમાંથી પાસ થયા બાદ ટ્રમ્પે ફોર્ડહામ યુનિવર્સિટીમાં બે વર્ષ સુધી અભ્યાસ કર્યો. આ પછી તેઓ પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં ભણ્યા. તેણે રિયલ એસ્ટેટ પ્રોગ્રામમાં અભ્યાસ કર્યો. તેમણે વર્ષ 1968માં ઈકોનોમિક સાયન્સમાં ડિગ્રી પણ લીધી હતી.
તેઓ એક સફળ અમેરિકન ઉદ્યોગપતિ છે, તેમને રિયલ એસ્ટેટ મોગલ કહેવામાં આવે છે. તેઓ અગાઉ પણ અમેરિકન મીડિયામાં ચર્ચામાં રહેતા. તેમની છાપ આખાબોલા નેતા તરીકેની છે.
વર્ષ 2000માં ટ્રમ્પને ‘ધ એપ્રેન્ટિસ’ નામના ટીવી શોથી ઓળખ મળી હતી. તેમણે આ શોને હોસ્ટ કર્યો હતો, જેના કારણે તેઓ ઘણા લોકપ્રિય બન્યા હતાં.
Also Read – US Election Result : અબકી બાર ટ્રમ્પ સરકાર ! 248 ઈલેકટોરેલ વોટ મળ્યા, 7 સ્વિંગ સ્ટેટમાંથી 6માં આગળ
તેમણે વર્ષ 1980માં રાજકારણમાં રસ લેવાનું શરુ કર્યું હતું. પરંતુ છેક 2015 માં તેમને રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા. વર્ષ 2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, તેમણે ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને હરાવ્યા. આને ટ્રમ્પની રાજકીય કારકિર્દીની વાસ્તવિક શરૂઆત માનવામાં આવે છે. 2020ની ચૂંટણીમાં ટ્રમ્પનો જો બાઈડેન સામે પરાજય થયો હતો.
ટ્રમ્પ પોતાના અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહે છે. તેમણે ત્રણ વાર લગ્ન કર્યા છે. તેમની પ્રથમ પત્નીનું નામ ઇવાના ટ્રમ્પ, બીજી માર્લા મેપલ્સ અને હાલની પત્ની મેલાનિયા ટ્રમ્પ છે. ટ્રમ્પના પણ પાંચ બાળકો છે.