મ્યાનમારમાં આંતરવિગ્રહઃ ભારતીય સીમામાં હજારો લોકોએ લીધું શરણું
નવી દિલ્લી: છેલ્લા બે દિવસોથી મ્યાનમારમાં હવાઈ હુમલા અને ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે. હવાઈ હુમલા અને ગોળીબારથી બચવા છેલ્લા બે દિવસોમાં 5000થી વધુ મ્યાનમારના નાગરિકો ભારતના રાજ્ય મિઝોરમમાં સ્થળાંતર કરી ચૂક્યા છે. મ્યાનમારના ચીનની સરહદ નજીકના મિઝોરમના ચંફઈ જિલ્લાના ડેપ્યુટી કમિશનર જેમ્સ લાલરિંચનાએ જણાવ્યું હતું કે રવિવારે સાંજે મ્યાનમારની જુંટા સમર્થિત સેના અને મિલિશિયા જૂથ પીપલ્સ ડિફેન્સ ફોર્સ વચ્ચે ગોળીબાર થયો હતો.
પીડીએફએ મ્યાનમારના ચીન રાજ્યમાં ખાવમવી અને રિખાવદરમાં બે સૈન્યના કેમ્પ પર હુમલો કરતાં બંને જૂથો વચ્ચે લડાઈ શરૂ થઈ હતી. મ્યાનમારમાં ગોળીબારને કારણે ખાવમાવી, રિખાવદર અને ચીનના નજીકના ગામોમાંથી 5000 કરતાં વધુ નાગરિકો ભારતીય સરહદમાં આવ્યા હતા.
મ્યાનમારમાંથી આવેલા આ લોકોએ મિઝોરમના ચંફઈ જિલ્લાના જોખાવથારમાં આશ્રય લઈ રહ્યા હોવાનું અધિકારીએ જણાવ્યુ હતું. પીપલ્સ ડિફેન્સ ફોર્સે સોમવારે મ્યાનમારના રિખાવદર સૈન્ય બેઝ પર કબજો મેળવ્યો હતો અને બપોર સુધીમાં ખાવમાવી લશ્કરી બેઝ પર પણ નિયંત્રણ મેળવી લીધું હતું.
સૈન્ય બેઝ પર કબજો થતાં મ્યાનમારની સેનાએ જવાબી કાર્યવાહીમાં સોમવારે ખાવમાવી અને રિખાવદર ગામો પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં ઘાયલ થયેલા 20 લોકોને સારવાર માટે ભારતના ચંફઈ લાવવામાં આવ્યા છે. જેમથી જોખાવથરમાં 51 વર્ષીય મ્યાનમાર નાગરિકનું મૃત્યુ થયું હતું. મ્યાનમારના સામાન્ય નાગરિકોની સાથે સાથે ૪૨ જેટલા આર્મી અધિકારીઓ પણ બોર્ડર કોર્સ કરી ભારતની સીમામાં દાખલ થયા છે.
જોખાવથર વિલેજ કાઉન્સિલના અધ્યક્ષે પીડીએફના ભાગ બનેલા પાંચ ચિન નેશનલ આર્મી સૈનિકો મ્યાનમાર આર્મી દ્વારા કરવામાં આવેલી ગોળીબારીમાં માર્યા ગયા હતા. ગોળીબાર અને હવાઈ હુમલા શરૂ થયા ત્યારે ૬૦૦૦થી વધુ લોકો જોખાવથારમાં રહેતા હતા. મિઝોરમના ગૃહ વિભાગના ડેટા મુજબ મ્યાનમારમાં 31,364 જેટલા નાગરિકોએ ભારતના મિઝોરમમાં શરણ લીધી છે.
પીપલ્સ ડિફેન્સ ફોર્સ એ મ્યાનમારમાં રાષ્ટ્રીય એકતા સરકાર (એનયુજી)ની સશસ્ત્ર શાખા છે. મ્યાનમારમાં લશ્કરી જુંટા 2021માં સત્તામાં આવી હતી. મ્યાનમારમાં માત્ર 17 ટકા વસ્તી પર જુંટાની મજબૂત પકડ ધરાવે છે અને પીપલ્સ ડિફેન્સ ફોર્સિસ (પીડીએફ)ને 50 ટકા વસ્તીનો આધાર મેળવ્યો છે.