Top Newsઇન્ટરનેશનલ

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ભીષણ આગ, 20 લોકો જીવતા ભડથું થયા…

જકાર્તાઃ ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જકાર્તામાં ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ આગના કારણે અત્યારે સુધીમાં 20 લોકો ભડથું થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ મામલે જકાર્તા પોલીસ દ્વારા વિગતો આપવામાં આવેલી છે. મળતી જાણકારી પ્રમાણે આગ એટલી વિકરાળ હતી કે ઇમાતરના સાતમા માળ સુધી ફેલાઈ હતી. આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા પણ આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.

5 પુરૂષ અને 15 મહિલાઓ સહિત 20ના મોત

આ અંગે વધારે વિગતે વાત કરવામાં આવે તો, જકાર્તામાં લાગેલી ભીષણ આગમાં જે 20 લોકોના મોત થયાં છે જેમાં 5 પુરૂષ અને 15 મહિલાઓ સામેલ છે. આમાંથી કેટલાક લોકોનું મોત શ્વાસ રૂંધાવાના કારણે થયું છે. હજી પણ કેટલાક લોકો બિલ્ડિંગમાં ફસાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયર વિભાગના કર્મચારીઓ આ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે બચાવ કામગીરી કરી રહ્યાં છે. જે બિલ્ડિંગમાં આગ લાગી ત્યા ટેરા ડ્રોન ઇન્ડોનેશિયાની ઓફિસ આવેલી છે. આ કંપની ખનન અને ખેતી સાથે જોડાયેલા કામો માટે ડ્રોન સર્વેની સેવાઓ આપે છે.

X @ferozwala

બેટરીઓના કારણે આગ વધારે વિકરાળ બની

ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે આ પહેલા પહેલા માળમાં લાગી હતી. અહીં ઓફિસમાં કામ કરતા કર્મચારીઓએ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો પરંતુ આગ કાબૂમાં ના આવી અને વધારે ફેલાઈ હતી. પોલીસે કહ્યું કે, પહેલા માળ પર બેટરીઓ રાખવામાં આવેલી હોવાના કારણે આગ વધારે વિકરાળ બની હતી. જોત જોતામાં આગ સાતમાં માળ સુધી ફેલાઈ ગઈ હતી. અત્યારે આખી બિલ્ડિંગમાં તપાસ કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની વિભાગ દ્વારા આખી બિલ્ડિંગમાં તપાસ કરી રહી છે.

આગનું સાચુ કારણ શોધવા તપાસ કરવામાં આવશે

જકાર્તા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના પ્રમુખે કહ્યું કે, આગ શા કારણે લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે કેટલું નુકસાન થયું તેની પણ તપાસ કરવામાં આવશે. જકાર્તા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી પ્રમાણે આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે, જ્યારે પોલીસ એવું કહે છે કે, આગ પહેલા માળ પર રાખેલી બેટરીઓના કારણે લાગી છે. પરંતુ સરકાર દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવે ત્યારે આગનું ચોક્કસ કારણ જાણી શકાશે.

આ વિકરાળ આગને કાબૂમાં લેવા માટે 28 ફાયર ટ્રક અને 101 ફાયર વિભાગના કાર્મચારીઓ તૈનાત કરી દેવામાં આવ્યાં છે. 20 લોકોના મોત થયાં છે, આ મૃતકો અને ઘાયલોને પોલીસ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અહીં મૃતકોની ઓળખ કરીને મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. અત્યારે રાહતની કામગીરી ચાલી રહેલી હોવાના કારણે આખી બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો…ગોવા નાઇટ ક્લબ અગ્નિકાંડ: 25 નિર્દોષના મોત માટે જવાબદાર કોણ?

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button