અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ફરી અંધાધૂંધ ગોળીબારઃ સાત જણ ઘાયલ
ફિલાડેલ્ફિયાઃ અમેરિકામાં ફરી એકવાર બંદૂકધારીઓએ તબાહી મચાવી છે. ફિલાડેલ્ફિયામાં બસ સ્ટેશન પાસે અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં સાત લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોની અંદર ટ્રાન્ઝિટ સિસ્ટમ પર ગોળીબારની આ ચોથી ઘટના હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. સાઉથઇસ્ટર્ન પેન્સિલવેનિયા ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી અથવા સેપ્ટાના પ્રવક્તા જ્હોન ગોલ્ડને જણાવ્યું હતું કે તાજી ગોળીબારની ઘટના ઉત્તરપૂર્વીય ભાગમાં બપોરના સમયે બની હતી.
ઘાયલ લોકો શેરીમાં હતા અને તેઓને આઇન્સ્ટાઇન મેડિકલ સેન્ટર અને જેફરસન ટોરેસડેલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. બે બસો- એક રુટ ૧૮ બસ અને રુટ ૬૭ બસ ગોળીબારમાં અથડાઇ હતી, પરંતુ ડ્રાઇવર કે મુસાફરોને કોઇ ઇજા થઇ હોવાના અહેવાલ નથી.
પોલીસ પ્રવક્તા અધિકારીએ કહ્યું હતું કે બપોરે ૩ વાગ્યા પહેલા અસંખ્ય ૯૧૧ કોલ આવ્યા હતા. જ્યારે માહિતી મળતાની સાથે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને બંદૂકની ગોળીથી ઘાયલ થયેલા સાત લોકો મળી આવ્યા હતા. ઘાયલ તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.