ઇન્ટરનેશનલનેશનલ

ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી પાકિસ્તાનમાં હણાયો

કરાચી: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં ૨૦૧૫માં બીએસએફ (સીમા સુરક્ષા દળ)ના કાફલા પરના હુમલાનો માસ્ટરમાઈન્ડ લશ્કર-એ-તૈયબા (એલઇટી)ના આતંકવાદી હંઝલા અદનાનને પાકિસ્તાનના કરાચીમાં અજાણ્યા બંદૂકધારીઓએ ઠાર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.

૨૬/૧૧ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ, એલઈટીના વડા હાફિઝ સઈદની નજીકના ગણાતા, હંઝલા અદનાનને ૨-૩ ડિસેમ્બરની મધ્યરાત્રિએ તેના ઘરની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. તેના શરીરમાં ચાર ગોળીઓ મળી આવી હતી.
પાકિસ્તાની સેના દ્વારા એલઈટીના આતંકવાદીને ગુપ્ત રીતે કરાચીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને પાંચ ડિસેમ્બરે તેનું મોત નીપજ્યું હતું. તાજેતરમાં, હંઝલા અદનાને તેનું ઓપરેશન બેઝ રાવલપિંડીથી કરાચી ખસેડ્યું હતું. ૨૦૧૫માં ઉધમપુરમાં બીએસએફના કાફલા પર થયેલા હુમલામાં બે જવાન શહીદ થયા હતા અને ૧૩ અન્ય જવાન ઘાયલ થયા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

એનઆઈએ બીએસએફના કાફલા પર થયેલા હુમલાની તપાસ કરી રહી હતી અને ચાર્જશીટ દાખલ કરી હતી. અદનાને ૨૦૧૬માં જમ્મુ અને કાશ્મીરના પમ્પોર વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કાફલા પર આતંકવાદી હુમલાનું સંકલન કર્યું હતું. આ હુમલામાં ૮ જવાન શહીદ થયા હતા અને ૨૨ અન્ય ઘાયલ થયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર અદનાનને નવા ભરતી થયેલા આતંકવાદીઓને પ્રોત્સાહિત કરવા માટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એલઈટીના કેમ્પમાં મોકલવામાં આવ્યો હતો. ભારતમાં ઘૂસણખોરી કરવા અને આતંકવાદી હુમલાઓ કરવા માટે તેને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા, ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) અને પાકિસ્તાની સેનાનું સમર્થન હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત