ભારતીયોને વર્ષ 2028 સુધી ગ્રીન કાર્ડ લોટરીમાંથી બાકાત રાખવામાં આવ્યા! આ કારણે લેવાયો નિર્ણય

વોશિંગ્ટન ડીસી: ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર રાષ્ટ્રપતિ બનવ્યા બાદ યુએસ ઈમિગ્રેશન પોલિસીમાં ધરખમ ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેની અસર ભારતીયો પર થઇ રહી છે. તાજેતરમાં યુએસના H-1B વિઝા પર ભારે ફી લાદવામાં આવી હતી. એવામાં ટ્રમ્પ વહીવટીતંત્રે વધુ એક નિર્ણય લીધો છે. ભારતીય નાગરિકોને 2028 સુધી યુએસના ડાયવર્સિટી વિઝા (DV) લોટરીમાંથી બાકાત રાખવામાં આવ્યા, જેને ગ્રીન કાર્ડ લોટરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
અહેવાલ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇમિગ્રેશનનો દર ઓછો હોય તેવા દેશોમાંથી અરજદારોને પ્રાથમિકતા આપવામાં માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે દેશોમાંથી છેલ્લા પાંચ વર્ષમાં 50,000 થી ઓછા ઇમિગ્રન્ટ્સ યુએસ આવ્યા હોય, ફક્ત એવા દેશોના નાગરિકોને જ DV લોટરીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે,
ભારતને કેમ બાકાત રાખવામાં આવ્યું:
નોંધનીય છે કે વર્ષોથી દર વર્ષે ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો યુએસ ઈમિગ્રટ થઇ રહ્યા છે. જેને કારણે ભારત DV લોટરી પ્રોગ્રામમાં ગેરલાયક ઠરે છે.
અહેવાલ મુજબ વર્ષ 2021 માં 93,450 ભારતીયો યુએસમાં ઈમિગ્રેટ થયા હતાં, વર્ષ 2022માં આ સંખ્યા 1,27,010 હતી, જે દક્ષિણ અમેરિકા (99,030), આફ્રિકા (89,470) અથવા યુરોપ (75,610)માંથી છેલ્લા પાંચ વર્ષમાં યુએસમાં ઈમિગ્રેટ થયેલા લોકોની કુલ સંખ્યા કરતા કરતા વધુ છે. વર્ષ 2023 માં 78,070 ભારતીયો યુએસમાં ઈમિગ્રેટ થયા. આ આંકડાને કારણે ભારતીયોને 2028 સુધી DV લોટરીમાં ભાગ નહીં લઇ શકે.
2026 ની DV લોટરી માટે ચીન, દક્ષિણ કોરિયા, કેનેડા અને પાકિસ્તાનને પણ બાકાત રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો…ટ્રમ્પે મોદીની રાજકીય કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી? પાકિસ્તાનને કેમ ખોળે બેસાડ્યું?