Indian Touristએ Maldivesને દેખાડી પોતાની તાકાત…
ચાર મહિનામાં માલદીવ જનારા ભારતીય પર્યટકોની સંખ્યામાં જોવા મળ્યો આટલો ઘટાડો…

India-Maldives વચ્ચેનો તણાવ કંઈ ઓછું થવાનો કે શમવાનું નામ નથી લઈ રહ્યું અને એની સીધે સીધી અસર Maldives Tourism પર જોવા મળી રહી છે. છેલ્લાં ચાર મહિનાની વાત કરીએ તો Maldives ફરવા જનારા Touristની સંખ્યામાં ચાળીસ ટકાથી ઘટી ગઈ છે. આ બધા વચ્ચે Maldivesએ Indian Touristને Maldives આવવાની અપીલ કરી છે.
Maldives Tourism Minister Ibrahim Faisalએ ભારત અને માલદીવના ઐતિહાસિક સંબંધો પર ભાર મૂકતા જણાવ્યું હતું કે અમારી સરકાર ભારત સાથે મળીને કામ કરવા માંગે છે. અમારા લોકો અને અમારી સરકાર માલદીવ આવનારા ભારતીયનું ઉત્સાહ અને ઉમંગથી સ્વાગત કરીશું. હું પર્યટન પ્રધાન તરીકે ભારતીયોને કહેવા માંગુ છું કે તમે માલદીવ આવો. અમારી અર્થવ્યવસ્થા પર્યટન પર જ આધારિત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માલદીવના ટુરિઝમ મિનિસ્ટરની આ અપીલ એવા સમયે સામે આવી છે કે જ્યારે ભારત સાથેના તેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપના ફોટો કરીને પર્યટકોને લક્ષદ્વીપ આવવાની અપીલ કરી હતી. એ સમયે માલદીવ સરકારના ત્રણ પ્રધાનોએ પીએમ મોદી અને લક્ષદ્વીપને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યાર બાદથી જ ભારતીય લોકોએ માલદીવનો બોયકોટ કર્યો હતો.
માલદીવના આ બહિષ્કારની અસર એ જોવા મળી કે માલદીવ જનારા ભારતીયની સંખ્યામાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો હતો. આ વર્ષે જાન્યુઆરી-એપ્રિલ વચ્ચ માલદીવ આવનારા ભારતીય પર્યટકોની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 42 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. પર્યટન મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે 42,638 ભારતીયો માલદીવ ગયા હતા, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં આ સંખ્યા 73,785 જેટલી હતી.
સ્થાનિક મીડિયાએ ભારત-માલદીવ તણાવ અને ભારતીય ટુરિસ્ટની સંખ્યામાં આવેલા ઘટાડા માટે મૂઈજ્જુ સરકારને જવાબદાર ઠેરવ્યા હતા. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં મોહમ્મદ મુઈજ્જુ માલદીવના રાષ્ટ્રપતિ બન્યા હતા.