અમેરિકામાં માર્ગ અકસ્માતમાં તેલંગણાની 2 ભારતીય વિદ્યાર્થિનીનાં મોત

કેલિફોર્નિયા: અમેરિકામાં માર્ગ અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થિની જીવલેણ અકસ્માતનો શિકાર બની હતી. આ બંને વિદ્યાર્થિની ભારતના તેલંગાણાની રહેવાસી હતી. અમેરિકામાં થયેલા માર્ગ અકસ્માતમાં આ બંને વિદ્યાર્થિનીના મોત થયાં છે.
અકસ્માત અંગે આજે પરિવારજનોએ જાણકારી આપવામાં આવી છે. આ અકસ્માત કેલિફોર્નિયાના બિશપ શહેરમાં થયો હતો, જ્યારે બંનેની ઓળખ મેઘના રાની અને કે ભાવના તરીકે કરી છે.
આપણ વાચો: ગુજરાતમાં બે માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત, પોલીસે તપાસ શરૂ કરી…
બંને વિદ્યાર્થિની તેલંગણા રાજ્યની રહેવાસી
અમેરિકાના કેલિફોર્નિયામાં આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલી એક વિદ્યાર્થિનીનું નામ મેઘના રાની અને ભાવના તરીકે થઈ છે. બંનેની ઉંમર 24 વર્ષની આસપાસ છે. બંને તેલંગણાના મહબૂબાબાદ જિલ્લાના ગરલા અને મુલકાનુર ગામની વતની હતી. મેઘના અને ભાવના ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગઈ હતી.
જોકે, અભ્યાસ પૂર્ણ થાય તે પહેલા જ જીવલેણ અકસ્માતનો શિકાર બનતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જોકે, અમેરિકન સરકાર દ્વારા હજી આ મામલે કોઈ વિગતો આપવામાં આવી નથી.
આપણ વાચો: તમિલનાડુના શિવગંગામાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 11 લોકોના મોત 30 ઘાયલ
ત્રણ વર્ષ પૂર્વે અભ્યાસાર્થે અમેરિકા ગઈ હતી
આ બંને વિદ્યાર્થિની લગભગ ત્રણ વર્ષ પહેલાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગઈ હતી. તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાના અને નોકરી શોધવાના અંતિમ તબક્કામાં હતા. એટલું જ નહીં, પરંતુ જ્યારે તેઓ મિત્રો સાથે મુસાફરી કરી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અલબામા હિલ્સ પાસે રસ્તો ખરાબ હોવાના કારણે ગાડીનો અકસ્માત થયો હતો. કાર પરથી કાબૂ ગુમાવ્યો હોવાના કારણે કાર ખાડીમાં પડી ગઈ હતી. આ અકસ્માત મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
મદદ માટે ભારત સરકારને કરી અપીલ
તેલંગણા સરકાર અને વિદેશ મંત્રાલયને તાત્કાલિક મદદ માટે ભાવનાત્મક અપીલ કરવામાં આવી છે. તેઓ જરૂરી ઔપચારિકતાઓ ઝડપી બનાવવા માટે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ સાથે સંકલન કરવા માટે સરકારી મદદ માંગી છે.
એટલું જ નહીં પરંતુ અંતિમસંસ્કાર માટે મૃતદેહોને શક્ય તેટલી વહેલી તકે ભારત પાછા લાવી શકાય તે માટે મદદ માંગવામાં આવી છે. કેલિફોર્નિયામાં સ્થાનિક અધિકારીઓ આ અકસ્માત કેસની તપાસ કરી રહ્યાં છે.



