ઇન્ટરનેશનલનેશનલ

પાકિસ્તાનમાં ભારતીય શીખ પરિવારને નિશાન બનાવ્યો…

લાહોર: પાકિસ્તાનમાં હિન્દુઓ સરક્ષિત નથી તેવા ઘણા વિડીયો વાઇરલ થયા હોય છે. હિન્દુઓ ઘણી વાર આજીજી કરતા પણ દેખાય છે કે અમે અહી સુરક્ષિત નથી અમને અહીથી બહાર કાઢો. ત્યારે પાકિસ્તાનમાં ફરી એક ભારતીય શીખ પરિવારને નિશાન બનાવવામાં આવ્યો છે. પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં પોલીસ યુનિફોર્મ પહેરેલા લોકોએ એક ભારતીય શીખ પરિવારને લૂંટી લીધો. પોલીસે જણાવ્યું હતું કે કંવલ જીત સિંહ અને તેના પરિવારના સભ્યો ગુરુ નાનકની જન્મજયંતિ માટે ભારતથી પાકિસ્તાન આવ્યા હતા. ત્યારે પરિવારના સભ્યો ખરીદી બાદ ગુલબર્ગ વિસ્તારમાં લિબર્ટી માર્કેટ ગયા હતા તે સમયે કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો.

જ્યારે શીખ પરિવાર એક દુકાનમાંથી બહાર આવ્યો ત્યારે પોલીસના યુનિફોર્મમાં સજ્જ બે લૂંટારાઓએ તેમને રોક્યા અને બંદૂકની અણી પર ઘરેણાં અને 2,50,000 ભારતીય રૂપિયા અને 1,50,000 પાકિસ્તાની રૂપિયા લૂંટી લીધા હતા, તે સમયે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને તેઓ શીખ પરિવાર સાથે સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશનના પ્રભારીએ તેમના વરિષ્ઠ અધિકારીને આ ઘટના વિશે જાણ કરી હતી. એક અધિકારીએ ભારતીય શીખ પરિવાર સાથે મુલાકાત કરી અને તેમને ખાતરી આપી કે લૂંટારાઓની ધરપકડ કરીને તેમના નુકસાનની ભરપાઇ કરવામાં આવશે.

ત્યારે પંજાબના કાર્યકારી મુખ્ય પ્રધાન મોહસિન નકવીએ પણ તીર્થયાત્રા પર આવેલા શીખ પરિવારની લૂંટની ઘટનાની ગંભીર નોંધ લીધી હતી અને લાહોર પોલીસ વડાને તાત્કાલિક અહેવાલ સુપરત કરવા જણાવ્યું હતું. નકવીએ કહ્યું હતું કે આ મામલે કોઈપણ બેદરકારી રાખવામાં આવશે નહિ. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે શીખ તીર્થયાત્રીઓ સન્માનિત મહેમાનો છે અને તેમની સુરક્ષા એ અમારી જવાબદારી છે. નોંધની. છે કે ગુરુ નાનક દેવની જન્મજયંતિની ઉજવણી માટે 2,500 થી વધુ ભારતીય શીખો હાલમાં પાકિસ્તાનમાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
AUS vs NZ TEST: કેન વિલિયમ્સને 14 વર્ષની કારકિર્દીમાં પહેલી વખત કરી મોટી ભૂલ પઢાઈમાં Zero કમાણીમાં No 1, જાણી લો બોલીવૂડના સુપરસ્ટાર્સ WPL : RCBની કૅપ્ટન સ્મૃતિ મંધાનાને ધમાકેદાર પ્રથમ ફિફ્ટી ન ફળ્યાં મોબાઈલ ફોન ગુમ થઈ ગયો છે? No problem સ્વીચ ઓફ મોબાઇલ પણ ટ્રેક કરી શકાશે.