અમેરિકામાં ફરી વાગ્યો ભારતીય પ્રોફેશનલ્સનો ડંકોઃ IIM અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી સહિત બે લોકો બન્યા CEO

ન્યૂયોર્કઃ અમેરિકામાં વિઝા વિવાદ વચ્ચે ભારતીય મૂળના 2 પ્રોફેશનલને પ્રમોશન આપવામાં આવ્યું હતું. કંપની દ્વારા તેમને સીઈઓ બનાવવામાં આવ્યા હતા. અમેરિકાની કંપની ટી મોબાઈલે શ્રીનિવાસન ગોપાલનને સીઈઓ અને મોલસ્ન કૂર્સ નામની કંપનીએ રાહુલ ગોયલને સીઈઓ બનાવ્યા હતા. શ્રીનિવાસન ગોપાલન IIM અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી છે.
ભારતીય મૂળના 55 વર્ષીય શ્રીનિવાસ ગોપાલન 1 નવેમ્બરથી ટી મોબાઈલની સીઈઓનો પદભાર સંભાળશે. કંપનીએ એચ-1 બી નિયમો પર સરકારની કડકાઈ વચ્ચે તેમને પ્રમોશન આપ્યું છે. આઈઆઈએમ અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી ગોપાલન હાલ ટી મબોઈલના સીઓઓ તરીકે કાર્યરત છે. તેઓ માઇક સીવર્ટનું સ્થાન લેશે. સીવર્ટ 2020થી કંપનીનું નેતૃત્વ કરી રહ્યા છે અને હવે તેઓ વાઇસ પ્રેસિડેન્ટનું નવું પદ સંભાળશે.
ગોપાલને લિંકડઇન પર પોસ્ટમાં લખ્યું, ટી મોબાઇલના આગામી કાર્યકારી અધ્યક્ષની ભૂમિકા ભજવીને હું ખૂબ સન્માનિત અનુભવી રહ્યો છું. હું લાંબા સમયથી આ કંપનીની ઉપલબ્ધિથી અભિભૂત છું. તેમને અનેક દેશો અને અનેક ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવાનો અનુભવ છે. હિન્દુસ્તાન યુનિલીવરમાં એક મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે શરૂઆત કર્યા બાદ તેમણે ભારતી એરટેસ. વોટાફોન, કેપિટલ વન અને ડોયટે ટેલીકોમમાં વરિષ્ઠ પદો પર કાર્ય કર્યું છે.
શિકાગો સ્થિત કંપની મોલ્સન કૂર્સે 49 વર્ષીય રાહુલ ગોયલે કહ્યું, 1 ઓક્ટોબરથી નવા અધ્યક્ષ અને સીઈઓ બનાવ્યા છે. ગોયલે 24 વર્ષોથી કંપની સાથે જોડાયેલા છે. ભારતમાં જન્મેલા અને ડેનવરમાં બિઝનેસના અભ્યાસ માટે અમેરિકા જતા પહેલા મૈસૂરમાં અન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. તેમણે અમેરિકા, બ્રિટન અને ભારતમાં કૂર્સ અને મોલ્સન બ્રાન્ડો સાથે કામ કર્યું છે. ગોયલે કહ્યું કે, કંપનીના વારસાને આગળ વધારવા અને પડકારોનો સામનો કરવા સજ્જ છે.
અમેરિકામાં થયેલી આ બંને નિમણૂક ખૂબ મહત્ત્વપૂર્ણ છે. કારણકે મોટા પદ પર ભારત સહિત બીજા દેશના એક્ઝિક્યુટિવની નિમણૂક રાજકીય તપાસના ઘેરામાં હોય છે. આ પડકારોએ મેક અમેરિકા ગ્રેટ અગેનના કટ્ટરપંથી ક્યારેક ક્યારેક અમેરિકનોની નોકરી ખાઈ જતાં લોકો તરીકે ચિતરે છે.
ઉલ્લેખનીય છે કે હાલ ભારતીય મૂળના અનકે પ્રોફેશનલ અમેરિકામાં કેટલીક પ્રભાવશાળી કંપનીઓનું નેતૃત્વ કરી રહ્યા છે. માઈક્રોસોફ્ટમાં સત્યા નડેલા, આલ્ફાબેટમાં સુંદર પિચાઈ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
આ પણ વાંચો…ભારત અને અમેરિકાના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક, ટેરિફ વિવાદ અંગે ચર્ચાની શકયતા