ઇન્ટરનેશનલનેશનલ

એલન મસ્કની ટેસ્લામાંથી ભારતીય મૂળના રાજ જગન્નાથને કેમ આપી દીધું રાજીનામું ?

લોસ એન્જલસ: યુએસની જાયન્ટ ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરર ટેસ્લા છેલ્લા મહિનાઓથી મુશ્કેલીમાંથી પસાર થઇ રહી છે, એવામાં કંપનીને વધુ એક ઝટકો લાગ્યો છે. 13 વર્ષ સુધી ટેસ્લામાં વિવિધ પોસ્ટ પર સેવા આપ્યા બાદ વાઈસ પ્રેસિડેન્ટ રાજ જેગન્નાથને રાજીનામું આપી દીધું છે. લિંક્ડઇન પર એક પોસ્ટ કરીને તેમને આ અંગે માહિતી આપી છે.

ભારતીય મૂળના રાજ જેગન્નાથને લિંક્ડઇન પરની એક પોસ્ટમાં લખ્યું કે 13 વર્ષની સફરને એક જ પોસ્ટમાં સમાવવું મુશ્કેલ છે. ટેસ્લામાં મારી સફર સતત વિકસવાની સફર હતી. વિશ્વના સૌથી મોટા AI ક્લસ્ટરોમાંના એકની ડિઝાઇન, નિર્માણ અને સંચાલનની તકનીકી જટિલતાઓથી માંડીને IT, સેફટી, સેલ્સ અને સર્વિસમાં યોગદાન આપવું એ એક લહાવો રહ્યો છે. હવે આગળ વધવાનો સમય છે, જીવનમાં આગળ શું છે એ માટે હું દિલથી રાહ જોઈ રહ્યો છું અને ઉત્સાહથી આગળ વધી રહ્યો છું. આ અદ્ભુત તક માટે ટેસ્લાનો આભાર!”

રાજ જગન્નાથન ટેસ્લાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા હતાં, અગાઉ તેમણે કંપનીમાં આઇટી, એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ એપ્લિકેશન્સ અને ઇન્ફોર્મેશન સેફટીની જવાબદારી સંભાળી હતી. ગયા વર્ષે, તેમને ટેસ્લાની નોર્થ અમેરિકન સેલ્સ ટીમની આગેવાની કરવાની પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

કોણ છે રાજ જગન્નાથન?
રાજ જગન્નાથ ભારતીય મૂળના ટેક એક્ષ્પર્ટ છે. તેમણે આઇઆઇટી બોમ્બેમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતું, ત્યાર બાદ સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ કર્યું. તેમણે ભારતમાં ઇન્ફોસિસમાં કારકિર્દીની શરૂઆત કરી, જ્યાં તેઓ સોફ્ટવેર ડેવલપમેન્ટ ટીમના હેડ હતાં.

તેમણે ઓરેકલમાં સિનિયર પ્રોડક્ટ મેનેજર અને માઇક્રોસોફ્ટના એઝ્યુર એઆઈ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું.

રાજ જગન્નાથન 2012 માં ટેસ્લામાં જોડાયા, ત્યાર તેમણે ક્લાઉડ સિક્યુરિટી અને આઇટીમાં ટેકનિકલ નિષ્ણાત તરીકે કાર્ય કર્યું, ત્યાર બાદ તેઓ 13 સુધી ટેસ્લા સાથે જોડાયેલા રહ્યા અને બઢતી મેળવીને તેઓ વાઇસ પ્રેસિડેન્ટ પદ સુધી પહોંચ્યા.

ટેસ્લાના ખરાબ દિવસો:
ટેસ્લાની ઇલેક્ટ્રિક કારનું વેચાણ સતત ઘટી રહ્યું છે. ટેસ્લાની કારના મોડેલને આઉટ ડેટેડ માનવામાં આવી રહ્યા છે. કંપનીના સીઈઓ ઈલોન મસ્કના રાજકીય નિવેદનો અને પ્રવૃત્તિઓને કારણે પણ કંપનીને ફટકો પડ્યો છે, ટેસ્લાની બ્રાન્ડ ઈમેજને નુકસાન પહોંચ્યું છે. યુરોપિયન બજારમાં ટેસ્લાની કારની માંગ ખુબ જ ઘટી ગઈ છે.

ગયા વર્ષે, ટેસ્લા પાસેથી વિશ્વની સૌથી મોટી EV કંપનીનો ખિતાબ છીનવાઈ ગયો, ચીનની BYD વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપની બની ગઈ છે.

અહેવાલ મુજબ ઈલોન મસ્કનું ટેસ્લા કરતા AI, સ્પેસ એક્સ અને હ્યુમનોઇડ રોબોટ્સ પર વધુ ધ્યાન આપી રહ્યા છે, એવામાં રાજ જગન્નાથના રાજીનામાંને કારણે મોટું કંપનીને મોટી ખોટ પડી છે.

આપણ વાંચો:  ભારત પહેલા બાંગ્લાદેશ બાજી મારી ગયું! US સાથે મોટો વેપાર કરાર કર્યો, જાણો વિગતો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button