USમાં ભારતીય મૂળના કેબ ડ્રાઈવરે 21 વર્ષની યુવતી પર કર્યો રેપ, યુવતી નશામાં ચૂર હોવાનો લીધો ગેરલાભ

કેલિફોર્નિયાઃ અમેરિકામાં ભારતીય મૂળના એક યુવકે 21 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય મૂળના સિમરનજીત સિંહ નામના કેબ ડ્રાઈવરની કારમાં બેભાન યુવતી પર દુષ્કર્મ કર્યું હોવાના આરોપ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 21 વર્ષીય પુખ્ત મહિલા પર થયેલા જાતીય હુમલાની તપાસ બાદ 35 વર્ષીય સિમરનજીત સિંહ સેખોનની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે.
રાઈડ પૂરી કર્યાં બાદ પણ યુવતીને લઈને ફરતો રહ્યો આરોપી
આરોપીએ યુવતીને થાઉઝન્ડ ઓક્સથી કારમાં બેસાડી હતી. રાઈડ પુરી કર્યાં બાદ પણ યુવતીને કેમેરિલોની આસપાસ લઈને ફરતો રહ્યો હતો. આ દરમિયાન તેણે કથિત રીતે બેભાન અને નશામાં ધૂત મુસાફર પર દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટના નવેમ્બરમાં બની હતી ત્યાર બાદ પોલીસ દ્વારા તેની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. આરોપી સિમરનજીતની 15 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી અને રેપ કેસ અંગે કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીની જામીન રકમ 5,00,000 ડોલર નક્કી કરવામાં આવી
આ કેસમાં તપાસ કરતી એજન્સીનું માનવું છે કે, આરોપીએ આવી રીતે બીજા સાથે પણ આવી દુષ્કર્મ કર્યું હોઈ શકે છે. જેના કારણે આરોપીની જામીન રકમ 5,00,000 ડોલર નક્કી કરવામાં આવી છે. જે ભારતીય રૂપિયામાં આશરે 4,51,33,775 રૂપિયા જેટલી થાય છે.
અત્યારે પોલીસે માત્ર આરોપીનું નામ, ઉંમર અને ફોટો જ જાહેર કર્યો છે. તે કંઈ કંપની માટે કામ કરતો હતો તેના વિશે કોઈ જાણકારી શેર કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે, ઘટના દરમિયાન મહિલા નશામાં હતી અને પોતાની સુરક્ષા કરવામાં અસમર્થ હતી. આ તકનો લાભ લઈને આરોપીએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે આપેલી વિગતો પ્રમાણે આરોપીએ 27 નવેમ્બરના રાત્રે લગભગ 1:00 વાગ્યે થાઉઝન્ડ ઓક્સ બારમાંથી પીડિતાને કેમેરિલોમાં ઘરે લઈ જવા માટે લઈ ગયો હતો. યુવતી નશામાં હોવાથી સુઈ ગઈ હતી, જેથી આરોપી બેભાન પીડિતાને કેમેરિલોની આસપાસ લઈ જતો રહ્યો અને તેનું જાતીય શોષણ કર્યું હતું.



