યુએસમાં ભારતીય મોટેલ મેનેજરની ક્રૂરતાપૂર્વક હત્યા; માથું કાપીને કચરાપેટીમાં ફેંકી દીધું

ડલ્લા: યુએસના ટેક્સાસના ડલ્લાસ શહેરમાં એક મોટેલના ભારતીય મૂળના મેનેજરની હેવાનિયત પૂર્વક હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. મૃતકની ઓળખ મૂળ કર્ણાટકના 50 વર્ષીય ચંદ્ર નાગમલ્લાહિયા તરીકે થઇ છે. સામાન્ય બાબતે થયેલી દલીલો બાદ મોટેલના કર્મચારીએ છરા ચંદ્રનું માથું કાપીને હત્યા કરી (Indian Motel manager beheaded in Dallas, USA) હતી.
આરોપીની ઓળખ 37 વર્ષીય યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ તરીકે થઇ છે. અહેવાલ મુજબ મોટેલ મેનેજર ચંદ્રએ ખરાબ વોશિંગ મશીનનો ઉપયોગ ન કરવા કહ્યું હતું. ચંદ્રાએ કોબોસ-માર્ટિનેઝ સાથે સીધી વાત કરવાને બદલે અન્ય એક કર્મચારીને ભાષાંતર કરવા કહ્યું હતું, જેના કારણે કોબોસ-માર્ટિનેઝ નારાજ થયો હતો.
પરિવારના દેખતા કરી હતી:
આરોપીએ એક મોટો છરો લઇને આવ્યો અને ચંદ્રા પર તૂટી પડ્યો. ચંદ્રએ પાર્કિંગમાંથી ફ્રન્ટ ઓફિસ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીએ તેનો પીછો કર્યો, બુમો સંભળાતા ચંદ્રની પત્ની અને 18 વર્ષનો દીકરો પણ આવી પહોંચ્યો અને હથિયારધારી આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીએ બંનેને બળજબરીથી હટાવીને ચંદ્ર પર હુમલો કર્યો. ચંદ્રાનું મોત નીપજ્યા બાદ આરોપીએ તેનું માથું કાપી નાખ્યું અને લાત મારીને ફગાવી દીધું.
સીસીટીવી કેમેરામાં કેદ થયા ભયાનક દ્રશ્યો:
પોલીસને મળેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે આરોપીએ લોહીથી લથપથ કપાયેલું માથું ઉપાડીને કચરા પેટીમાં નાખી દે છે. આરોપી વિસ્તાર છોડીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે:
ડલ્લાસ પોલીસના જણાવ્યા મુજબ 37 વર્ષીય યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી હ્યુસ્ટનમાં ગુનાહિત ઇતિહાસ છે. વાહનો ચોરી કરવા અને હુમલાના આરોપસર તેની અગાઉ પણ ધરપકડ થઇ ચુકી છે. હવે તેને હત્યાનો દોષી ઠેરવવામાં આવશે તો તેને પેરોલ વિના આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા થઇ શકે છે.
ભારતીય કોન્સ્યુલેટે દુઃખ વ્યક્ત કર્યું:
ભારતીય કોન્સ્યુલેટે આ ઘટના આઘાત વ્યક્ત કર્યો છે. હ્યુસ્ટનમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાએ એક X પોસ્ટમાં લખ્યું અમે પરિવારના સંપર્કમાં છીએ અને શક્ય તમામ સહાય આપી રહ્યા છીએ. આરોપી ડલ્લાસ પોલીસની કસ્ટડીમાં છે. અમે આ મામલાની નજીકથી તપાસ કરી રહ્યા છીએ.
Consulate General of India, Houston, condoles the tragic death of Mr. Chandra Nagamallaiah, an Indian National, killed brutally at his workplace in Dallas, Tx.
— India in Houston (@cgihou) September 11, 2025
We are in touch with the family and offering all possible assistance. The accused is in the custody of Dallas Police.…
ભારતીય સમુદાયે પરિવારને મદદ કરી:
આ ઘટના બાદ ડલાસના ભારતીય સમુદાય પરિવારની સહાય માટે આગળ આવ્યો છે. મૃતકના અંતિમ સંસ્કારના ખર્ચ, પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા અને તેમના દીકરાના કોલેજ ખર્ચ માટે ફંડ ભેગુ કરવા અભિયાન શરુ કરવામાં આવ્યું છે.
આપણ વાંચો: નેપાળમાં અડધી રાતે ખેલ પલટાયો, 60 કલાક પછી સુશીલા કાર્કી બની શકે છે વડા પ્રધાન