ઇન્ટરનેશનલ

અમેરિકામાં ભારતવંશીના માથા પર મુકાયો તાજ… 25 રાજ્યોના 56 ઉમેદવારોને હરાવ્યા

ન્યુજર્સી (યુએસએ): ભારતીય મૂળની અમેરિકન સ્ટુડન્ટ રિજુલ મૈની મિસ ઈન્ડિયા યુએસએ 2023નો ખિતાબ જીતવામાં સફળ રહી છે. રિજુલ ન્યુ જર્સીમાં આ વાર્ષિક સૌંદર્ય સ્પર્ધા જીતીને સમાચારોમાં ચમકી છે.

મિસ ઇન્ડિયા યુએસએ 2023ની 41મી આવૃત્તિમાં અમેરિકાના 25 થી વધુ રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા મૂળભૂત રીતે માત્ર ભારતીય મૂળના અમેરિકન નાગરિકો માટે છે અને તેને ભારતની બહાર લાંબા સમયથી ચાલતી સ્પર્ધા તરીકે જોવામાં આવે છે.


આ જીત બાદ રિજુલે કહ્યું હતું કે મિસ ઈન્ડિયા યુએસએ 2023નો ખિતાબ જીત્યા બાદ તે ખૂબ જ ખુશ અને આભારી છે. ‘મારા માતા-પિતા અને પરિવારના સહયોગ વિના આ શક્ય ન બન્યું હોત. મિશિગન પેજન્ટ ડિરેક્ટર્સ અને મારા મિત્રોએ મને દરેક પગલામાં ટેકો આપ્યો હતો.’ એમ રીજુલે જણાવ્યુ હતું.


આ સિવાય મેસેચ્યુસેટ્સની સ્નેહા નામ્બિયારે મિસિસ ઈન્ડિયા યુએસએ અને પેન્સિલવેનિયાની સલોની રામમોહને મિસ ટીન ઈન્ડિયા યુએસએનો ખિતાબ જીત્યો હતો.


આયોજકોનું કહેવું છે કે અમેરિકાના 25થી વધુ રાજ્યોમાંથી 57 ઉમેદવારોએ ત્રણ અલગ-અલગ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ત્રણ સૌંદર્ય સ્પર્ધાઓ મિસ ઈન્ડિયા યુએસએ, મિસિસ ઈન્ડિયા યુએસએ અને મિસ ટીન ઈન્ડિયા યુએસએ છે. આ સૌંદર્ય સ્પર્ધા ન્યૂયોર્ક સ્થિત ભારતીય-અમેરિકન નાગરિકો ધર્માત્મા સરન અને નીલમ સરન દ્વારા વર્લ્ડવાઈડ પેજન્ટ્સના બેનર હેઠળ શરૂ કરવામાં આવી હતી.


વર્લ્ડવાઈડ પેજન્ટ્સના સ્થાપક અને અધ્યક્ષ, ધર્માત્મા સરને જણાવ્યું હતું કે હું વિશ્વભરના ભારતીય સમુદાયને વર્ષોથી સતત મળી રહેલા સમર્થન માટે ખૂબ જ આભારી છું.


જાણો કોણ છે રિજુલ મૌની?
રિજુલ મૈની ભારતીય મૂળની 24 વર્ષની અમેરિકન મેડિકલ સ્ટુડન્ટ છે. તે અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહી છે. રિજુલ સર્જન બનવા માંગે છે અને મહિલાઓ માટે રોલ મોડલ બનવા માંગે છે. તે ઘણા પ્રકારના સામાજિક કલ્યાણ કાર્યક્રમો સાથે પણ સંકળાયેલી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button