અમેરિકામાં ભારતીય-અમેરિકનનું રોડ અકસ્માતમાં મોત
15 વર્ષની દીકરી, 10 વર્ષનો દીકરાનો આધાર છિનવાયો

અમેરિકામાં વસતા એક ભારતીય-અમેરિકનનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાના સમાચાર જાણવા મળ્યા છે. અમેરિકાના ઇન્ડિયાનાપોલિસમાં એક માર્ગ અકસ્માતમાં 42 વર્ષીય ભારતીય-અમેરિકનનું મોત થયું હતું. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત 12 ઓક્ટોબરે ઇન્ડિયાનાપોલિસ નજીક ગ્રીનવુડમાં થયો હતો. મૃતકનું નામ સુખવિંદર સિંહ હોવાનું જાણવા મળ્યું છે.
સુખવિંદર સિંહ પંજાબના હોશિયારપુરના વતની હતા. 1996માં 15 વર્ષની ઉંમરે તેઓ અમેરિકા આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સુખવિંદરસિંહ જે કાર ચલાવી રહ્યા હતા તે સામેની લેનમાં ગઈ અને સામેથી આવતી બીજી કાર સાથે ટકરાઈ હતી, જેને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં અન્ય વાહનમાં મુસાફરી કરી રહેલ મહિલા અને પુરૂષ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.
સુખવિંદર સિંહના પરિવારમાં પત્ની, 15 વર્ષનો પુત્ર અને 10 વર્ષની પુત્રી છે.