ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકા ભારત પર લગાવશે કેટલો ટેરિફ, મિનિ ટ્રેડ ડીલ ભારત માટે રહેશે ફાયદાકારક?

વોશિંગટન ડીસી/નવી દિલ્હીઃ અમેરિકન ઉત્પાદનને વેગ આપવાના તથા નોકરીઓનું રક્ષણ કરવાના હેતુથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત સહિતના લગભગ 100 દેશ પર ટેરિફ લગાવવા જઈ રહ્યા છે. જેની ડીલ કરવાનો ભારત માટે આજે છેલ્લો દિવસ છે. જોકે ભારત-અમેરિકા વચ્ચે ડીલ થઈ ગઈ છે. અમેરિકાએ ભારત પર કેટલો ટેરિફ લગાવ્યો છે? આવો જાણીએ.

ભારત પર કેટલો ટેરિફ લાદવામાં આવશે?

વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે લિમિટેડ ટ્રેડ ડીલ પર સંમતિ થઈ છે. બંને દેશો એક મીની ટ્રેડ ડીલ પર પહોંચ્યા છે, કારણ કે ઘણા ક્ષેત્રો અંગે હજુ સુધી વાતચીત પૂર્ણ થઈ નથી. ભારત અને યુએસએ મર્યાદિત વેપાર કરાર (ભારત-યુએસ મીની ટ્રેડ ડીલ) પર સફળતાપૂર્વક વાટાઘાટો કરી છે. ઘણા અઠવાડિયાની તીવ્ર ચર્ચાઓ બાદ આ સોદો થયો છે.

આપણ વાંચો: ટેરિફ વોરની આડઅસર: સેન્સેક્સ ગબડ્યો, નિફ્ટીએ ૨૫,૫૦૦ની સપાટી ફરી ગુમાવી

25 એપ્રિલે ટેરિફ લગાવવાની જાહેરાત કર્યા બાદ તમામ દેશોને 90 દિવસની રાહત આપવામાં આવી હતી. ત્યારબાદ ભારત તેની માંગણીઓ પર અડગ રહ્યું છે. ભારત યુએસ ટેરિફ સહન કરવા માટે પણ તૈયાર હતું, પરંતુ વોશિંગ્ટને વાટાઘાટો કરવાની તૈયારી બતાવી અને બંને દેશો વચ્ચે એક ડીલ થઈ છે. જોકે, હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશો પર 10 ટકા વધારાનો ટેરિફ લાદવાની ધમકી આપી છે, જેમાંથી ભારત પણ સભ્ય છે. તેથી ભારત પર 10 ટકાથી ઓછો ટેરિફ લગાડાય એવું અનુમાન લગાડી શકાય તેમ નથી. નિષ્ણાતોના અહેવાલો મુજબ અમેરિકા ભારત પર 10 થી 20 ટકા સુધી ટેરિફ લાદી શકે છે. હાલમાં, ભારત પર 26 ટકાના પારસ્પરિક ટેરિફની જાહેરાત કરવામાં આવી છે.

આપણ વાંચો: ટ્રમ્પના ટેરિફની ભારતીય શેરબજાર પર અસર! સેન્સેક્સ 100 પોઈન્ટ નીચે સરક્યો, નિફ્ટી પણ તુટ્યો

પડોશીઓ પર ટેરિફ લાદવાથી ભારતને ફાયદો

ભારતે નાણાકીય વર્ષ 2022-23માં અમેરિકાને 6.84 લાખ કરોડ રૂપિયાના માલની નિકાસ કરી હતી તથા 4.43 લાખ કરોડ રૂપિયાના માલની આયાત કરી હતી. જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં 6.75 લાખ કરોડ રૂપિયાના માલની નિકાસ કરી હતી તથા 3.67 લાખ કરોડ રૂપિયાના માલની આયાત કરી હતી. તેથી છેલ્લા બે વર્ષમાં આયાતની સરખામણીમાં નિકાસમાં વધારે ઘટાડો જોવા મળ્યો છે.

કાપડ વ્યવસાયને અસર થવાની શક્યતા

મે 2025માં જિનિવા કરાર બાદ ચીને અમેરિકા પર સરેરાશ 32 ટકા ટેરિફ લાદ્યો છે, જ્યારે અમેરિકાએ ચીની ઉત્પાદનો પર સરેરાશ 51 ટકા ટેરિફ લાદ્યો છે. 1 ઓગસ્ટથી અમેરિકા તેમાં વધારો કરવાની તૈયારી પણ કરી રહ્યું છે. જેનાથી ભારતને ફાયદો થશે. અમેરિકાએ બાંગ્લાદેશ પર 35 ટકા ટેરિફ લાદ્યો છે. જેના કારણે ત્યાંના કાપડ વ્યવસાયને અસર થવાની શક્યતા છે, જેથી ભારતીય કંપનીઓને ફાયદો થશે. ભારતને યુએસ બજારમાં વધુ કાપડ, દવાઓ અને ઝવેરાત નિકાસ કરવાની તક મળશે.

આપણ વાંચો: ભારત માટે રાહત, અમેરિકાએ આ તારીખ સુધી ટેરિફ અમલ મુલતવી રાખ્યો

ભારતનો અમેરિકા સાથેનો વેપાર વધશે

26 ટકા પારસ્પરિક ટેરિફ દૂર થવાથી ભારતીય નિકાસ સસ્તી થશે અને વેપાર વધશે. 2030 સુધીમાં, ભારત અને યુએસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર $500 બિલિયન સુધી પહોંચી શકે છે. અમેરિકાની વાત કરીએ તો, પેકન નટ્સ, બ્લૂબેરી અને ઓટોમોબાઇલ્સ જેવા ઉત્પાદનોને ભારતમાં ઓછા ટેરિફ પર વેચવાની તક મળશે.

સાથોસાથ અમેરિકાને એશિયન બજારમાં તેની સ્થિતિ મજબૂત કરવાની તક મળશે. આ ઉપરાંત, ભવિષ્યમાં ભારત સાથે એક મોટી ડીલ પણ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર (ભારત-યુએસ મીની ટ્રેડ ડીલ) ની જાહેરાત આજે રાત્રે ગમે ત્યારે થઈ શકે છે, કારણ કે યુએસ ટેરિફની અંતિમ તારીખ 9 જુલાઈ છે, એટલે કે આજે છેલ્લો દિવસ છે.

અન્ય દેશો માટે, આ સમયમર્યાદા 1 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે, પરંતુ ભારતને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચેના કરારની સત્તાવાર જાહેરાત આજે થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button