ભારતે યુએનમાં પેલેસ્ટાઇનને અલગ દેશ બનાવવાના સમર્થનમાં મતદાન કર્યું, અમેરિકા અને ઈઝરાયેલે વિરોધ કર્યો...
Top Newsઇન્ટરનેશનલ

ભારતે યુએનમાં પેલેસ્ટાઇનને અલગ દેશ બનાવવાના સમર્થનમાં મતદાન કર્યું, અમેરિકા અને ઈઝરાયેલે વિરોધ કર્યો…

ન્યુયોર્ક : સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે ફરી એક વાર ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ટુ સ્ટેટ થિયરીના તરફેણમાં મતદાન કર્યું છે. ભારતે પેલેસ્ટાઇનને અલગ દેશ તરીકે માન્યતા આપવાના ઠરાવનું સમર્થન કર્યું છે.

ફ્રાન્સ દ્વારા રજૂ કરાયેલ આ ઠરાવને 142 દેશોએ ભારે બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. જોકે, આ ઠરાવનો અમેરિકા અને ઇઝરાયેલે વિરોધ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે આ એક રાજકીય દેખાડો છે. આ ઠરાવ હમાસ જેવા આતંકી સંગઠનોને પીઠબળ પૂરું પાડશે.

અમેરિકાએ કહ્યું આ ઠરાવ હમાસ માટે ભેટ
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ટુ સ્ટેટ થિયરીનો અમેરિકાએ વિરોધ કરતા જણાવ્યું હતું કે, અમે આ ઠરાવનો વિરોધ કરીએ છીએ. અમેરિકાના રાજદૂત મોર્ગન ઓર્ટાગસે તેને રાજકીય દેખાડો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે.,એમાં કોઈ શંકા નથી કે આ ઠરાવ હમાસ માટે ભેટ છે.

ગલ્ફ દેશોએ પણ ઠરાવને ટેકો આપ્યો
આ અંગે શુક્રવારે થયેલા મતદાનમાં પેલેસ્ટાઇનની તરફેણમાં મતદાન કરનારા દેશોમાં ભારત પણ સામેલ હતું. જયારે ગલ્ફ દેશોએ પણ ઠરાવને ટેકો આપ્યો હતો. જ્યારે ઇઝરાયલ, અમેરિકા આર્જેન્ટિના, હંગેરી, માઇક્રોનેશિયા, નૌરુ, પલાઉ, પાપુઆ ન્યુ ગિની, પેરાગ્વે અને ટોંગાએ ઠરાવની વિરુદ્ધ મતદાન કર્યું હતું.

યુએન મહાસભા વાસ્તવિકતાથી દૂર એક રાજકીય સર્કસ : ઇઝરાયલ
જયારે આ ઠરાવની ઇઝરાયલે પણ ટીકા કરી હતી. ઇઝરાયલના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઓરેન માર્મોર્સ્ટાઇને એક્સ પર ઠરાવનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે ” ફરી એકવાર એ સાબિત થયું છે કે યુએન મહાસભા વાસ્તવિકતાથી દૂર એક રાજકીય સર્કસ છે. આ ઠરાવ દ્વારા સમર્થિત જાહેરાતમાં એક પણ સ્થળે ઉલ્લેખ નથી કે હમાસ એક આતંકવાદી સંગઠન છે.”

આ પણ વાંચો…યુએનમાં ભારતે વધુ એક વખત ફોડ્યો પાકિસ્તાનનો પરપોટો, કહ્યું – આતંકી હુમલામાં 20,000 થી વધુ ભારતીયોના મોત થયાં…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button