ઇન્ટરનેશનલ

ન્યૂયોર્કના મેયર મમદાનીએ ઉમર ખાલિદને લખેલા પત્ર પર ભારતની આકરી પ્રતિક્રિયા

નવી દિલ્હી : અમેરિકાના ન્યૂયોર્ક શહેરના નવા ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાનીએ જેલમાં બંધ ઉમર ખાલિદને લખેલા પત્ર પર ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જાહેર પદ ધરાવતા વ્યક્તિઓએ અન્ય લોકશાહી દેશોમાં ન્યાયતંત્રની સ્વતંત્રતાનો આદર કરવો જોઈએ.

જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવહ

વિદેશ વિભાગના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, અમે અપેક્ષા રાખીએ છીએ કે જનપ્રતિનિધિઓ અન્ય લોકશાહીઓમાં ન્યાયતંત્રની સ્વતંત્રતાનો આદર કરે. મહત્વપૂર્ણ હોદ્દા ધરાવતા લોકો માટે વ્યક્તિગત પૂર્વગ્રહો વ્યક્ત કરવા અયોગ્ય છે. આવી ટિપ્પણીઓ કરવાને બદલે તેમને જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવહ છે.

મમદાનીએ તિહાર જેલમાં બંધમાં ઉમર ખાલિદને એક પત્ર લખ્યો

ન્યૂ યોર્કના નવા મેયર મમદાનીએ તિહાર જેલમાં બંધ જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદને એક પત્ર લખ્યો હતો, જે મમદાનીએ મેયર તરીકે શપથ લીધા તે જ દિવસે સોશિયલ મીડિયા પર રિલીઝ થયો હતો. પત્રમાં મમદાનીએ ઉમર અને તેના પરિવારને મળવાની વાત કરી હતી અને તેમની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ઉમર ખાલિદના માતા-પિતા મમદાનીએ મળ્યા હતા

ઉમર ખાલિદના માતા-પિતા ગયા ડિસેમ્બરમાં તેમની પુત્રીના લગ્ન માટે અમેરિકામાં હતા. અહેવાલો અનુસાર તેઓ ત્યાં મમદાનીને મળ્યા હતા, અને આ પત્ર તેમને સોંપવામાં આવ્યો હતો. આ પત્રમાં મમદાનીએ લખ્યું હતું કે, “પ્રિય ઉમર, હું ઘણીવાર કડવાશ અને તેને આપણા પર હાવી ન થવા દેવાના મહત્વ વિશે તમારા શબ્દો વિશે વિચારું છું. તમારા માતા-પિતાને મળીને આનંદ થયો. અમે બધા તમારા વિશે વિચારી રહ્યા છીએ.

આઠ અમેરિકન સાંસદોએ પણ પત્ર લખ્યો

જેની બાદ આઠ અમેરિકન સાંસદોએ અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય ક્વાત્રાને પત્ર લખીને ઉમર ખાલિદની લાંબી અટકાયત અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે ઉમર માટે જામીન અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ન્યાયી ટ્રાયલની માંગણી કરી. જેની બાદ ભારત તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

આ પણ વાંચો…ન્યૂયોર્કના મેયર તરીકે મમદાનીની જીતથી વોલ સ્ટ્રીટમાં ચિંતાનો માહોલ…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button