ઇન્ટરનેશનલનેશનલ

ભારતે Israel ને હથિયાર ન આપવા જોઇએ, રાજનાથ સિંહને એક જૂથે પત્ર લખીને કરી અપીલ

નવી દિલ્હી : ઈઝરાયેલ(Israel)અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ આક્રમક બની રહ્યું છે. બંને એકબીજા પર આત્મઘાતી હુમલા કરી રહ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે તે હમાસને નષ્ટ કર્યા પછી જ યુદ્ધ રોકશે. ઈરાનમાં રહેતા હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની પણ હત્યા કરવામાં આવી હતી કહેવામાં આવી રહ્યું છે કે આમાં ઈઝરાયેલનો હાથ છે.

નિકાસ કરવાનું લાઇસન્સ રદ કરવા વિનંતી કરી

આ ઘટના બાદ ઈરાન અને અન્ય દેશો પણ યુદ્ધમાં જોડાય તેવી શક્યતા છે. ભારત પણ આ બાબત પર નજર રાખી રહ્યું છે. મોટા યુદ્ધના વધતા જતા ખતરા વચ્ચે દેશના ભૂતપૂર્વ ન્યાયાધીશો, રાજદ્વારીઓ, કાર્યકર્તાઓ, લેખકો અને અર્થશાસ્ત્રીઓ સહિત દેશના 25 નાગરિકોના એક જૂથે રક્ષા મંત્રી રાજનાથ સિંહને પત્ર લખીને ઇઝરાયેલને શસ્ત્રો અને દારૂગોળાની નિકાસ કરવાનું લાઇસન્સ રદ કરવા વિનંતી કરી છે.

જૂથે પત્રમાં ચિંતા વ્યક્ત કરી છે

આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે ઇઝરાયેલને લશ્કરી શસ્ત્રો અને યુદ્ધ સામગ્રીની સપ્લાય માટે વિવિધ ભારતીય કંપનીઓને નિકાસ લાયસન્સ અને પરવાનગીઓ ચાલુ રાખવા અંગે ચિંતિત છીએ. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ સ્પષ્ટ ચુકાદો આપ્યો છે કે ઈઝરાયેલ તેની જવાબદારીઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

કંપનીઓને લાયસન્સ ન આપવા માંગ

30મી જુલાઈના રોજ લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયેલને કોઈપણ સૈન્ય સામગ્રીનો સપ્લાય એ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળની ભારતની જવાબદારીઓ અને ભારતના બંધારણના અનુચ્છેદ 51(c) સાથે વાંચવામાં આવેલા અનુચ્છેદ 21ના આદેશનું ઉલ્લંઘન હશે. તેથી અમે તમને પ્રશ્નમાં નિકાસ લાયસન્સ રદ કરવા અને ઈઝરાયેલને લશ્કરી સાધનો સપ્લાય કરતી કંપનીઓને કોઈપણ નવા લાઇસન્સ આપવાનું બંધ કરવા વિનંતી કરીએ છીએ.

ઘણી ભારતીય કંપનીઓ ઇઝરાયેલની કંપનીઓ સાથે કામ કરી રહી છે

ભારતની ઘણી સરકારી અને ખાનગી કંપનીઓ હથિયાર બનાવવા માટે ઈઝરાયેલની ડિફેન્સ પ્રોડક્શન કંપનીઓ સાથે કામ કરી રહી છે. આ ભારતીય કંપનીઓ ઇઝરાયેલની કંપનીઓ માટે તેમના ઉત્પાદનોના વધુ ભાગોનું ઉત્પાદન કરે છે. પત્રમાં ત્રણ ભારતીય કંપનીઓનો ઉલ્લેખ છે – મ્યુનિશન્સ ઈન્ડિયા લિમિટેડ (MIL),પ્રીમિયર એક્સપ્લોસિવ્સ લિમિટેડ (PEL)અને અદાણી-એલ્બિટ એડવાન્સ્ડ સિસ્ટમ્સ ઈન્ડિયા લિમિટેડ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ચહેરા પરની ચરબી ઓછી કરવી છે? સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ…