ટ્રમ્પના આગમન સાથે ભારતને મોટો ફટકો પડી શકે છે, ટ્રમ્પે આવી ચીમકી ઉચ્ચારી
વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પ આ જાન્યુઆરી મહિનામાં અમરિકાનું રાષ્ટ્રપતિ (Donald Trump) પદ સંભાળશે, ઓવલ ઓફિસમાં ટ્રમ્પના પુનરાગમન બાદ મોટા નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે. ટ્રમ્પના આગમન સાથે ફરીથી ટેરિફ યુદ્ધ (Tariff war) શરુ થવાની શક્યતા છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન ચીમકી ઉચ્ચારી હતી કે જો ભારત સહિત બ્રિક્સ દેશો યુએસ ડૉલરને કટ ઓફ કરે અથવા આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે અન્ય ચલણ સ્વીકારે તો તેમના પર 100% ટેરિફ લગાવવામાં આવશે.
નોંધનીય છે કે ઓક્ટોબરમાં યોજાયેલી બ્રિક્સની બેઠકમાં આંતરરાષ્ટ્રીય વ્યવહારોને માટે ડૉલર સિવાયના માધ્યમની ચર્ચા કરવામાં આવી હતી. BRICS જૂથમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોનો સમાવેશ થાય છે.
ટ્રમ્પની ચેતવણી:
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આજે સવારે ટ્રમ્પે લખ્યું કે બ્રિક્સ દેશો ડોલરને બદલે બીજા ચલણનો ઉપયોગ કરે એ સાંખી નહિ લેવાય.
ટ્રમ્પે કહ્યું કે, “બ્રિક્સ દેશો ડૉલરથી દૂર જવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આપણે જોઈ રહ્યા છીએ. અમને આ દેશો તરફથી પ્રતિબદ્ધતાની જરૂર છે કે તેઓ ન તો નવું બ્રિક્સ ચલણ બનાવશે, ન તો યુએસ ડોલરને બદલે અન્ય કોઈ ચલણ સમર્થન આપે. જો એવું કરવામાં આવશે તો 100% ટેરિફનો સામનો કરવો પડશે અને યુએસ અર્થતંત્રમાં સામાન વેચવાનુ બંધ કરવું પડશે.”
ટ્રમ્પે ચીમકી ઉચ્ચારી કે બ્રિક્સ દેશો અન્ય ચલણ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ જૂથને આંતરરાષ્ટ્રીય વેપારમાં ડોલરનો વિકલ્પ નહીં મળે. અન્ય કોઈપણ દેશ આવોપ્ર યાસ કરશે તો અમેરિકાને અલવિદા કરવું પડશે.
Also Read….‘હંમેશાં થોડો મસાલો ઉમેરવો પડતો હોય છે’, વિરાટે કેમ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાનને આવું કહ્યું?
બ્રિકસ સમિટમાં ચર્ચા:
ઓક્ટોબરમાં રશિયાના કાઝાનમાં યોજાયેલી બ્રિક્સ દેશોની સમિટમાં ડૉલર સિવાયના વ્યવહારોને વધારવા અને સ્થાનિક ચલણને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. બ્રિક્સ દેશોમાં હવે ઇજિપ્ત, ઈરાન અને યુએઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતનું સ્ટેન્ડ:
ભારતે ડોલરનો ઉપયોગ ઘટાડવાને સમર્થન આપ્યું નથી. ઓક્ટોબરમાં, વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે તે ન તો ભારતની આર્થિક નીતિનો ભાગ છે કે ન તો દેશની રાજકીય અથવા વ્યૂહાત્મક નીતિઓનો. પરંતુ એવા કિસ્સાઓમાં કે જ્યાં વેપાર ભાગીદારો ડોલર સ્વીકારતા નથી, ત્યારે વિકલ્પો શોધવા પડે છે.