ઇન્ટરનેશનલનેશનલ

હમ નહીં સુધરેંગેઃ પાકિસ્તાનમાં ટ્રેન ‘હાઈજેક’ માટે ભારતનો હાથ હોવાનો શરીફના સલાહકારનો દાવો

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રતિબંધિત સંગઠન બલોચિસ્તાન લિબરેશન આર્મી(BLA)એ ગઈ કાલે દક્ષિણપશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહેલી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક (Jaffar Express Train Train Hijacking) કરી હતી.

અહેવાલ મુજબ આતંકવાદીઓએ પાકિસ્તાની સેનાના 30થી સૈનિકોની હત્યા કરી છે, 200થી વધુ મુસાફરો હજુ પણ આતંકવાદીઓના કબજામાં છે. પાકિસ્તાની સેના રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. એવામાં પાકિસ્તાનના એક વરિષ્ઠ અધિકારી એ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે.

આપણ વાંચો: બોલો, પાકિસ્તાનમાં આખી ટ્રેન થઈ હાઈજેકઃ સેંકડો પ્રવાસીને બંધક બનાવ્યાનો દાવો

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે (Rana Sanaullah) ટ્રેન હાઇજેકિંગ પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. રાણા સનાઉલ્લાહે દાવો કર્યો કે આ હુમલા પાછળ ભારતનો હાથ છે.

અફઘાનિસ્તાનમાં ઘડાઈ રહ્યું છે ષડયંત્ર:

પાકિસ્તાનની એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા રાણા સનાઉલ્લાહે કહ્યું, “ભારત આ હુમલાનું હેન્ડલિંગ અફઘાનિસ્તાનની અંદરથી કરી રહ્યું છે. ભારત આ બધું કરી રહ્યું છે, તેમાં કોઈ શંકા નથી. બલૂચ બળવાખોરોને અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવે છે.”

આપણ વાંચો: Pakistan Train Hijack: સેનાએ 104 બંધકોને છોડાવ્યા, 30 સૈનિકોના મોત…

રાણા સનાઉલ્લાહે વધુમાં કહ્યું, ‘અફઘાનિસ્તાનમાં બેસીને તેઓ તમામ પ્રકારના કાવતરાં ઘડે છે. પાકિસ્તાનના દુશ્મનો સક્રિય છે, હવે તેના વિશે કોઈ બેમત ન હોઈ શકે. આ કોઈ રાજકીય મુદ્દો નથી કે કોઈ એજન્ડાનો ભાગ નથી, પરંતુ એક ષડયંત્ર છે. ભારત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલોચ લિબરેશન આર્મી (BLA) બંનેને સમર્થન આપી રહ્યું છે.’

અફઘાનિસ્તાનને ચેતવણી:

રાણા સનાઉલ્લાહે દાવો કર્યો કે અફઘાનિસ્તાનમાં BLAના આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય આપવામાં આવે છે, જેના કારણે પાકિસ્તાનમાં હુમલાઓ વધી રહ્યા છે. તાલિબાન સત્તામાં આવ્યું એ પહેલા આતંકવાદીઓને એટલી છૂટ ન હતી મળતી, પરંતુ હવે તેઓ ખુલ્લેઆમ ગતિવિધિઓ ચલાવી રહ્યા છે.

રાણા સનાઉલ્લાહે અફઘાનિસ્તાનને ચેતવણી આપતા કહ્યું, ‘અમે અફઘાન સરકારને સ્પષ્ટપણે કહ્યું છે કે આ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરે, નહીં તો પાકિસ્તાન કાર્યવાહી કરશે અને BLAના આશ્રયસ્થાનોને નિશાન બનાવશે.’

HRCPએ ચિંતા વ્યક્ત કર્યો:

હ્યુમન રાઈટ્સ કાઉન્સીલ ઓફ પાકિસ્તાન (HRCP) એ ટ્રેન હાઇજેકિંગની ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી અને BLA સામે તમામ બંધકોને તાત્કાલિક મુક્ત કરવાની અપીલ કરી. HRCP એ જણાવ્યું કે, “અમે BLA અને સરકારને અપીલ કરીએ છીએ કે તેઓ તાત્કાલિક આ મુદ્દા પર ચર્ચા કરે અને શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે સર્વસંમતિ પર આવે. અમે નિઃશસ્ત્ર નાગરિકો સામેની હિંસાની નિંદા કરીએ છીએ.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button