‘ભારત પાસે ઘણા પૈસા છે…’, યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આવું કેમ કહ્યું ?

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિસિયન્સી(DOGE) જવાબદારી ઉદ્યોગપતિ ઈલોન માસ્કને (Elon Musk) સોંપી છે. આ ડીપાર્ટમેન્ટ અમેરિકન સરકારનો ખર્ચ ઘટાડવા માટે કામ કરી રહ્યું છે. જે અંર્તગત DOGEએ ભારતમાં મતદારોને પ્રભાવિત કરવા માટે અપાતા 20 મિલિયન ડોલરના (બે કરોડ ડોલર) યુએસ ભંડોળ બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જેની ખુબ ચર્ચા થઇ રહી છે. હવે યુએસ ડોનાલ્ડ ટ્રમ્પે DOGE ના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે ભારત જેવા દેશને આવી મદદ પૂરી પાડવાની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવ્યા હતાં.
‘વડા પ્રધાન પ્રત્યે માન પણ…’
ટ્રમ્પે કહ્યું કે આપણે ભારતને બે કરોડ ડોલર કેમ આપી રહ્યા છીએ? ભારત પાસે ઘણા પૈસા છે. તેઓ વિશ્વના સૌથી વધુ કર વસૂલતા દેશોમાં સામેલ છે. તેમના ટેરિફ પણ ખૂબ ઊંચા છે. મને ભારત અને તેના વડા પ્રધાન પ્રત્યે ખૂબ માન છે પણ ચૂંટણી માટે 20 મિલિયન ડોલર શા માટે આપવાના?
ઈલોન મસ્કનો નિર્ણય:
ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળના DOGEએ 16 ફેબ્રુઆરીના રોજ વિવિધ દેશોને આપવામા આવતા ભંડોળને રોકવાની જાહેરાત કરી હતી, જેમાં ભારતમાં મતદાનને પ્રભાવિત કરવા માટે બે મિલિયન ડોલરની રકમનો પણ સમાવેશ થતો હતો. DOGEએ કહ્યું હતું કે અમેરિકાએ ભારતમાં મતદાન વધારવા માટે બનાવવામાં આવેલા $20 મિલિયનના પ્રોગ્રામમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો…રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આવી શકે અંતઃ સાઉદી અરેબિયાએ કરી મધ્યસ્થી, પણ
નોંધનીય છે કે યુએસ ભારતમાં ચૂંટણી દરમિયાન મતદારોની ભાગીદારી વધારવા માટે ભારતને દર વર્ષે બે કરોડ ડોલર આપતું હતું. પરંતુ હવે ભારતને આ ભંડોળ નહીં મળે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં વધુ પડતા ટેરિફ અંગે ઘણી વખત નિવેદનો આપ્યા છે. તેમણે ફરી એકવાર કહ્યું છે કે ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં સૌથી વધુ ટેરિફ છે.