ઇન્ટરનેશનલનેશનલ

ચીનને આ બાબતમાં પણ ટક્કર આપી રહ્યું છે ભારત…

શિયાળો ધીમે પગે દાખલ થઈ રહ્યો છે અને એની સાથે સાથે જ દેશમાં અદરક અને લસણની માંગણીમાં વધારો જોવા મળે છે, કારણ કે શરીરમાં ગરમાશનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે. પરંતુ શું તમને ખબર છે સીમા પર જો ભારત અને ચીન વચ્ચે ખેંચ-તાણ ચાલી જ રહી છે, પણ એની સાથે સાથે જ આ અદરક અને લસણને કારણે પણ બંને દેશો વચ્ચે ખેંચ-તાણ અને જંગ છેડાયેલી જોવા મળે છે.

હવે કોઈ વસ્તુની માગણી વધે એટલે એની સપ્લાયને પહોંચી વળવા માટે કોઈ પણ પ્રકારે ભેળસેળ કરવામાં આવે છે. થોડાક સમય પહેલાં જ કઈ રીતે ભારતમાં અને મુંબઈમાં નકલી લસણ વેચાઈ રહ્યું છે એના અહેવાલો વાંચવા મળ્યા હતા.
હવે આપણે અસલી અને નકલી લસણની વાત કરીએ તો સમસ્યા તેની ઉગાડવાની પદ્ધતિમાં છે. આ એવા લસણ અને અદરક હોય છે કે જેને સીવરના પાણીમાં ધોવામાં આવે છે. જ્યારે ચમક લાવવા માટે ઘણી વખત ઝેરી અને એસિડ જેવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. ચીન દુનિયાનું 80 ટકા લસણ ઉગાડે છે, પણ ઘણા દેશોમાં તેના લસણને કારણે ફરિયાદ આવતી હોય છે. આવું જ કંઈક અદરક સાથે પણ છે.

.ભારતની વાત કરીએ તો અદરક ઉગાડવામાં ભારત દુનિયાનો કિંગ ગણાય છે અને અહીં દર વર્ષે 15થી 16 લાખ ટન અદરકનું ઉત્પાદન કરવામાં આવે છે અને એમાંથી મોટાભાગનો હિસ્સો ડોમેસ્ટિક ડિમાન્ડમાં જ પૂરો થઈ જાય છે, પરંતુ તેમ છતાં ભારત સૂકા મસાલા તરીકે સૂંઠની નિકાસ કરે છે. અદરકના ઉત્પાદનમાં ભારત બાદ બીજા નંબરે આવે છે નાઈજિરિયા. નાઈજિરીયા દર વર્ષે 6થી 7 લાખ ટન અદરકનું ઉત્પાદન કરે છે. આ બંને દેશ મળીને જ દુનિયાનું આશરે 60 ટકા અદરકનું ઉત્પાદન કરે છે.

ચીન દુનિયામાં ભલે સૌથી વધુ લસણ એક્સ્પોર્ટ કરે છે, પરંતુ હવે ભારત એને ઉગાડીને ચીનને કાંટે કી ટક્કર આપી રહ્યું છે. ગયા વર્ષની વાત ભારતના મસાલા એક્સપોર્ટમાં લસણનો હિસ્સો વધ્યો છે.

સ્પાઈસ બોર્ડ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર 2022-23માં એપ્રિલથી જાન્યુઆરી વચ્ચે એટલે 10 જ મહિનામાં લસણના એક્સપોર્ટમાં 165 ટકાનો વધારો જોવા મળ્યો છે. ભારતે 47,329 ટન લસણ એક્સપોર્ટ કર્યું હતું, જ્યારે સંપૂર્ણ નાણાંકીય વર્ષ દરમિયાન આ પ્રમાણ 57,346 ટન રહ્યું હતું. 2021-22ની સરખામણીએ આ પ્રમાણ 159 ટકા વધુ હતું જ્યારે ચીનના ઉત્પાદનના પ્રમાણમાં 25 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…