‘ભારત સ્વાભિમાની છે’, રશિયાના વિદેશ પ્રધાને આવું કેમ કહ્યું?

મોસ્કો: ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદતું હોવાથી નારાજ થયેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25 ટકા ટેરીફ ઝીંક્યો હતો, જેના કારણે યુએસમાં ભારતની નિકાસ પર માઠી અસર પહોંચી છે. યુએસના દબાણ છતાં ભારતે રશિયા સાથેના વ્યપારિક સંબંધો જાળવી રાખ્યા છે, ભારતના આ વલણની રશિયા દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.
ગઈ કાલે શનિવારે રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવે ભારે ટેરિફના છતાં ભારતની પેટ્રોલિયમ વેપાર નીતિઓ અંગેના વલણને સમર્થન (Sergey Lavrov praise India) આપ્યું હતું. લવરોવે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરની પ્રશંસા કરતા કહ્યું કે ભારત ખૂબ સારી રીતે આ નિર્ણયો લઈ રહ્યું છે.
એક નિવેદનમાં લાવરોવે કહ્યું કે જયશંકર સાથેની તેમની નિયમિત વાતચીતમાં, તેઓ ક્યારેય પેટ્રોલિયમ અને વેપારના વાંધા ઉઠાવતા નથી. તેમણે જણાવ્યું હતું કે ભારત આ બાબતે પોતાના નિર્ણયો લેવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.
ભારત સ્વાભિમાની છે:
લાવરોવે કહ્યું, “હું એ પણ નથી પૂછતો કે આપણા વેપાર સંબંધોનું થશે, આપણા પેટ્રોલિયમનું શું થશે. તેઓ આ નિર્ણયો પોતાની જાતે લેવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.”
તેમણે ભારતને સ્વાભિમાની ગણાવતા કહ્યું કે “યુએસ તેમનું પેટ્રોલિયમ અમને વેચવા ઈચ્છે છે, તો અમે તેમની શરતો પર ચર્ચા કરવા તૈયાર છીએ. પરંતુ અમે અન્ય દેશો પાસેથી શું ખરીદીએ છીએ અને તેમને શું વેચીએ છીએ, એ અમારો પોતાનો વિષય છે અને તેનો ભારત-અમેરિકન એજન્ડા સાથે કોઈ લેવાદેવા નથી. અને હું માનું છું કે ભારતે યોગ્ય નિર્ણય કર્યો છે, તુર્કીની જેમ ભારત પણ સ્વાભિમાની છે.”
આપણ વાંચો: શું ઓબામાનો ઈશારો ટ્રમ્પ તરફ હતો? જાણો કેમ છેડાઈ છે વૃદ્ધ નેતૃત્વ પર ચર્ચા