આખરે ભારતે આભાર માન્યો ફ્રાન્સનો, જાણો કેમ? | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

આખરે ભારતે આભાર માન્યો ફ્રાન્સનો, જાણો કેમ?

પેરિસઃ ફ્રાન્સમાં રોકવામાં આવેલી ફ્લાઈટને આખરે આજે ભારત માટે રવાના કરવામાં આવી હતી. માનવ-તસ્કરીની આશંકાને કારણે પેરિસ નજીક એરપોર્ટ ખાતે રોકવામાં આવી હતી. આ ફ્લાઈટમાં 303 પ્રવાસી હતા, જેમાં સૌથી વધુ ભારતીય હતા.

ભારત સરકારે આ મુદ્દે આભાર વ્યક્ત કર્યો હતો. ફ્રાન્સમાં હાજર ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે ફ્રેન્ચ સરકાર અને વેન્ટ્રી એરપોર્ટ તાકીદે તેનો ઉકેલ લાવવા માટે ધન્યવાદ. સુરક્ષિત રિટર્ન થાય તેના માટે અમે સાઈટ પર ઉપસ્થિત રહ્યા હતા.

રોમાનિયન એરલાઈન લિજેન્ડ એરલાઈન્સના વકીલ મી લિલિયાના બકાયોકોએ કહ્યું હતું કે વિમાનને ભાડાં પર લેનારી એક કંપનીએ પ્રત્યેક વ્યક્તિની ઓળખ અને દસ્તાવેજોને ચકાસવા માટે જવાબદાર હતી અને ઉડાન ભર્યાના 48 કલાક પહેલા પ્રવાસીઓની પાસપોર્ટ જાણકારી પણ એરલાઈનને મોકલી હતી. અહીં એ જણાવવાનું કે આ ફ્લાઈટને ફ્રાન્સમાં માનવ તસ્કરી માટે 20 વર્ષ જેલની સજાની જોગવાઈ છે.

ફ્રાન્સના અધિકારીઓએ રોમાનિયન કંપની લિજેન્ડ એરલાઈન્સ સંચાલિત એ340 વિમાનને રવિવારે ફરીથી ટ્રાવેલ માટે મંજૂરી આપી હતી. સંયુક્ત આબર અમિરાતે દુબઈથી 303 પ્રવાસીને લઈ જનારી ફ્લાઈટને માનવ તસ્કરીની શંકાને કારણે શુક્રવારે પેરિસથી 150 કિલોમીટર પૂર્વ સ્થિત વેટ્રી એરપોર્ટ રોકવામાં આવી હતી.

Back to top button