ઇન્ટરનેશનલ

પંજાબમાં કેનેડા થેંક્સગિવીંગ ડે ઉજવવણીનું આયોજન, ઈન્ટેલીજન્સ એજન્સીઓ અલર્ટ

ભારતે કેનેડા પર આરોપ લગાવ્યા છે કે તે ખાલિસ્તાન તરફી કટ્ટરપંથીઓને આસરો આપી રહ્યું છે. આ વચ્ચે 9 ઓક્ટોબરના રોજ પંજાબમાં કેનેડા થેંક્સગિવીંગ ડે ઉજવવણીનું આયોજન થયું હોવાની પોસ્ટ અંગે ઈન્ટેલીજન્સ એજન્સીઓ સતર્ક થઇ ગઈ છે. આ માહિતી મળ્યા બાદ કેન્દ્ર અને રાજ્યની ગુપ્તચર એજન્સીઓ પંજાબમાં સક્રિય થઈ ગઈ છે. આ દરમિયાન સાંસદ સિમરનજીત સિંહ માનનું કેનેડા અને નિજ્જર સાથેનું પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે.

પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે શીખો અને માનવાધિકાર પ્રેમીઓએ 9 ઓક્ટોબરે કેનેડા સાથે થેંક્સગિવીંગ ડે ઉજવવો જોઈએ. આ પોસ્ટર ફતેહગઢ યુનિટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટરમાં જરનૈલ સિંહ ભિંડરાનવાલા, સાંસદ સરમનજીત સિંહ માન, હરદીપ સિંહ નિજ્જર, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ઉપરાંત સ્થાનિક યુનિટના નેતાઓની તસવીરો છે.

આ કાર્યક્રમ એવા સમયે આયોજિત કરવામાં આવી રહ્યો છે જ્યારે ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. ખાલિસ્તાની આતંકવાદના મુદ્દે દેશો બંને દેશો વચ્ચેના સંબંધમાં કડવાશ આવી છે.


બીજેપે આરોપ લગાવ્યો છે કે સાંસદ માનને લોકસભામાં જતા પહેલા ભારતીય બંધારણના શપથ લીધા હતા અને હવે તેઓ એ જ બંધારણની વિરુદ્ધ દેશને વિખેરી નાખવાનું કાવતરું કરી રહ્યા છે પરંતુ તેમની યોજના સફળ નહીં થાય. પંજાબમાં હિન્દુ શીખ ભાઈચારો એક ઉદાહરણ છે.

ઉલ્લેખનીય છે કે કેનેડાના સરે સ્થિત શ્રી ગુરુ નાનક ગુરુદ્વારામાં ત્રણ ભારતીય રાજદ્વારીઓની હત્યાની માંગ કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ 21 ઓક્ટોબરના રોજ વેનકુવરમાં ભારતીય દૂતાવાસની સામે કાર રેલીનું આયોજન કરવાની યોજના બનાવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?