ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકાની વધુ એક લુચ્ચાઈઃ ભારતને અપાનારાં અપાચે હેલિકોપ્ટરની ડીલીવરી ના કરી

મુંબઈ: ડોનાલ્ડ ટ્રમ્પે બીજીવાર યુએસ રાષ્ટ્રપતિનું પદ સાંભળ્યા બાદ ભારત અને યુએસના વેપાર સંબંધોમાં બગડ્યા છે. ભારત પર લાદવામાં આવેલો ભારે ટેરીફ ઘટાડવા મુદ્દે બંને દેશોના અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે, એવામાં યુએસએ વધુ એક ચાલાકી કરી હોવાના અહેવાલ મળ્યા છે. અહેવાલ મુજબ યુએસથી ત્રણ AH-64E અપાચે ગાર્ડિયન એટેક હેલિકોપ્ટર સાથે ભારત આવવા નીકળેલું કાર્ગો વિમાન યુએસ પરત ફર્યું છે.

અહેવાલ મુજબ યુએસ ભારતને આ મહીને ત્રણ AH-64E અપાચે ગાર્ડિયન એટેક હેલિકોપ્ટરની ડિલિવરી આપવાનું હતું. યુએસથી એક કાર્ગો વિમાન આ હેલિકોપ્ટર લઇને નીકળ્યું હતું, પરંતુ એરક્રાફ્ટ બ્રિટનમાં આઠ દિવસ રોકાયું અને ત્યાંથી યુએસ પરત ફર્યું.

હેલિકોપ્ટરની ડીલીવરીમાં વિલંબ;

અહેવાલ અનુસાર વર્ષ 2020માં ભારત અને યુએસની કંપની બોઇંગ વચ્ચે છ અપાચે હેલિકોપ્ટર માટે કરાર થયો હતો. હેલિકોપ્ટર ડિલિવરીમાં નોંધપાત્ર વિલંબ કરવાં આવ્યો, કરાર મુજબ હેલિકોપ્ટરની પહેલી બેચ વર્ષ 2024માં મળવાની હતી, પરંતુ તેની ડિલીવરી જુલાઈ 2025 માં કરવામાં આવી. બીજી બેચના ત્રણ હેલિકોપ્ટર નવેમ્બર મહિનામાં મળવાના હતાં, પરંતુ એરક્રાફ્ટ પરત ફરતા બીજી બેચની ડીલીવરીમાં વિલંબ થઈ શકે છે.

યુએસથી નીકળેલું વિમાન ભારત ના પહોંચ્યું:

ડિફેન્સ ડીલ પર નજર રાખતી એક વેબ સાઈટ અનુસાર, બોઇંગના મેસા પ્લાન્ટમાંથી ત્રણ હેલિકોપ્ટર એન્ટોનોવ એરલાઇન્સના AN-124 એરક્રાફ્ટમાં લોડ કરવામાં આવ્યા હતાં. વિમાન 1 નવેમ્બરના રોજ ટેક ઓફ થયું હતું અને ઇંગ્લેન્ડના મિડલેન્ડ્સ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. જ્યાંથી તે ભારત તરફ રવાના થવાનું હતું, પર્નાતું આઠ દિવસ સુધી વિમાન મિડલેન્ડ્સ એરપોર્ટ પર જ પડ્યું રહ્યું. 8 નવેમ્બરના રોજ વિમાન યુએસના મેસા ગેટવે એરપોર્ટ પર પરત ફર્યું.

અહેવાલ અનુસાર, મેસા ગેટવે એરપોર્ટ પર કાર્ગો વિમાનમાંથી અપાચે હેલિકોપ્ટર નીચે ઉતરવામાં આવ્યા, તેને તેમને ખેંચીને હેંગરમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેના રોટર્સ(પાંખા) હટાવવામાં આવ્યા.

વિમાન પરત કેમ ફર્યું?

એક અહેવાલ મુજબ, તુર્કીએ કાર્ગો વિમાનને તેની એરસ્પેસમાંથી પસાર થવાની મંજુરી આપી ન હતી. તો કેટલાક નિષ્ણાંતો એવું પણ જણાવી રહ્યા છે કે ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને જનરલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાત લઈ ચુક્યા છે અને ટ્રમ્પ સાથે સારા સંબંધો વિકસાવ્યા છે. હેલિકોપ્ટરની ડિલીવરીમાં વિલંબ પાછળ પાકિસ્તાનનો પણ હાથ હોઈ શકે છે.

આ હેલિકોપ્ટર ક્યાં તૈનાત થશે?
અહેવાલ મુજબ આ AH-64 અપાચે હેલિકોપ્ટરને પહેલા મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી ભારતીય સેનાના તાલીમ શાળામાં તૈનાત કરવામાં આવશે, જ્યાં પાઇલટ્સ તાલીમ લઇ રહ્યા છે. ત્યારબાદ આ હેલિકોપ્ટરને ઉત્તર પશ્ચિમ ભારતમાં જોધપુરની ઉત્તરે આવેલા નાગતલાવ આર્મી એરફોર્સ બેઝ પર તૈનાત કરવામાં આવશે. ભારતીય વાયુસેના પાસે પહેલાથી જ 22 અપાચે હેલિકોપ્ટર છે, મોટાભાગે આસામના પઠાણકોટ અને જોરહાટ એરબેઝ પર તૈનાત છે.

આ પણ વાંચો…યુએસના ઇતિહાસના સૌથી લાંબા શટડાઉનનો અંત! હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ફંડિંગ બિલ પસાર કર્યું

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button