ખાલિસ્તાનીઓ મુદ્દે ભારતે ફરી કડકાઈ બતાવી, કેનેડાના 40 રાજદ્વારીઓને કેનેડા જવા કહ્યું

ખાલિસ્તાનીઓ મુદ્દે ભારતે ફરી કડકાઈ બતાવી, કેનેડાના 40 રાજદ્વારીઓને કેનેડા જવા કહ્યું

કેનેડામાં ખાલિસ્તાનની ઉગ્રવાદી નીજ્જરની હત્યાના મુદ્દા પર ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત સરકારે વધુ એક આકરું પગલું ભર્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ ભારત સરકારે કેનેડિયન અધિકારીઓને 10 ઓક્ટોબર સુધીમાં લગભગ 40 રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું છે અન્યથા તેમને રાજદ્વારી તરીકે મળતી સુવિધાઓ પાછી ખેંચી લેવામાં આવશે. જો કે, ભારત સરકારે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

ભારતમાં 62 કેનેડિયન રાજદ્વારીઓ કામ કરે છે, જેમાંથી લગભગ 40 રાજદ્વારીઓને પાછા ખેંચી લેવા માટે કહેવામાં આવ્યું છે. સુત્રોના જણવ્યા મુજબ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતમાં કેનેડાનો રાજદ્વારી સ્ટાફ કેનેડામાં ભારતના રાજદ્વારી સ્ટાફ કરતા મોટો છે, આમાં સમાનતા હોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે અગાઉ, ભારતે કેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી.

તાજેતરમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે અમેરિકામાં કહ્યું હતું કે, “કેનેડાના વડા પ્રધાને જે રીતે જાહેરમાં આક્ષેપો કર્યા તે યોગ્ય નથી. કેનેડાએ ખાલિસ્તાનીઓ પર લગામ લગાવવી જોઈએ. ભારત માને છે કે કેનેડામાં હિંસા અને ભયનું વાતાવરણ છે. અમારા દુતાવાસ પર સ્મોક બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, અમારા કોન્સ્યુલેટની સામે હિંસા થઈ રહી છે, ભારતીય લોકોને ડરાવવામાં આવ્યા છે. શું તમે લોકો આને સામાન્ય માનો છો? જો આવું કોઈ અન્ય દેશ સાથે થયું હોત તો શું પ્રતિક્રિયા હોત?”

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button