ઇન્ટરનેશનલનેશનલસ્પેશિયલ ફિચર્સ

આ દેશમાં Indian Currencyના 10 રૂપિયા બની જાય છે એટલા કે…

આજે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું અને એમાં મધ્યમ વર્ગીય માણસો માટે જાહેરાતો અને યોજનાઓનો પિટારો ખોલી દીધો છે. આજે અનેક ન્યુઝ પેપર અને ચેનલ્સ રૂપિયો ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો એવા રિપોર્ટ્સ અને ગ્રાફ તૈયાર કરશે. પણ શું તમને ખબર છે કે દુનિયામાં એક દેશ એવો પણ છે કે ભારતીય કરન્સીનું બહુમૂલ્ય છે. જી હા, આપણે ત્યાં ભલે 10 રૂપિયામાં કંઈ ના આવતું હોય પણ આ દેશમાં આપણા 10 રૂપિયાની કિંમત 2000 રૂપિયા જેટલી થઈ જાય છે, ચાલો આજે તમને આ અનોખા દેશ વિશે જણાવીએ-

ઈન્ડોનેશિયાને ટૂરિસ્ટ્સનું સ્વર્ગ ગણવામાં આવે છે અને અહીં આખા વર્ષભરમાં હજારોની સંખ્યામાં પર્યટકો ફરવા આવે છે. આટલી મોટી સંખ્યામાં પર્યટકો આવવાનું કારણ એવું છે કે આ જગ્યા ફરવાની દ્રષ્ટિએ ખૂબ જ વાજબી છે. ફોર્બ્સના આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો ઈન્ડોનેશિયામાં ભારતના 10 રૂપિયાનું મૂલ્ય 1931 રૂપિયા જેટલું છે. તમારી જાણ માટે કે ઈન્ડોનેશિયાનું ચલણ પણ રૂપિયો જ છે.

ભૂતકાળમાં ડોકિયું કરીએ તો પહેલાં અહીંની ચલણી નોટો પર પહેલાં ભગવાન ગણપતિનો ફોટો પણ જોવા મળતો હતો અને થોડાક વર્ષો પહેલાં સુધી ઈન્ડોનેશિયા એ એક હિંદુ દેશ હતો, પણ સમય બદલાતા આજે ઈન્ડોનેશિયાની ગણતરી દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશ તરીકે કરવામાં આવે છે.

ઈન્ડોનેશિયામાં આટલી મોટી સંખ્યામાં પર્યટકો અને એમાં પણ ખાસ કરીને ભારતીય પર્યટકો આવવાના કારણ વિશે વાત કરીએ તો સસ્તી હોટેલ, ખાવાનું અને સુંદર બીચ એ પ્રમુખ કારણો છે. એટલું જ નહીં ભારત સરકાર દ્વારા ઈન્ડોનેશિયા માટે ફ્રી વિઝાની સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button