France માં સરકારની રચનાને લઇને કોકડું ગુંચવાયું, જાણો વિગતો
પેરિસ : ફ્રાંસમાં(France)સરકારની રચનાને લઇને રાજકીય સંકટ હજુ પણ યથાવત છે. જેમાં જુલાઇ માસમાં ફ્રાંસમાં થયેલી ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી નથી મળી. તેવા સમયે હવે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રો એ ડાબેરી પક્ષની સરકારની જાહેરાતથી ઇનકાર કરી દીધો છે. તેમજ કહ્યું કે આ દેશમાં સ્થિરતા માટે ખતરો બની શકે છે. જુલાઇ આવેલા ચૂંટણી પરિણામ બાદ સતત વડાપ્રધાનની શોધ કરવામાં આવી રહી છે. જેમાં ડાબેરી ગઠબંધન મુખ્ય દાવેદાર છે. સંસદમાં તેમની સૌથી વધુ બેઠક છે. જો કે ડાબેરી બહુમતના આંકડાથી દૂર છે.
ડાબેરી પક્ષની સરકારના દાવાઓને ફગાવી દીધા
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોં એ દક્ષિણપંથી નેતા મરીન લે પેન અને અન્ય રાજકીય નેતાઓ સાથે વાતચીત પછી ડાબેરી પક્ષની સરકારના દાવાઓને ફગાવી દીધા હતા. શુક્રવારથી મેક્રોને પાર્ટીના નેતાઓને વાતચીત માટે બોલાવ્યા હતા જેના લીધે કોઇ સર્વસંમત ઉમેદવાર મળી શકે. જેમને અવિશ્વાસ દરખાસ્ત ના સામનો ના કરવો પડે. મેક્રોને કહ્યું કે મારી જવાબદારી છે કે દેશનો વિકાસ ના અટકે અને નબળો ના પડે.
ચૂંટણીમાં કોઇ પક્ષને બહુમત ના મળ્યો
ફ્રાંસમાં જુલાઇ માસમાં થયેલી ચૂંટણીમાં નેશનલ એસેમ્બલીની 577 બેઠકમાંથી ડાબેરી ન્યુ પોપ્યુલર ફ્રન્ટ( NFP) ગઠબંધન પાસે સૌથી વધુ 190 બેઠક છે. જેમાં મેક્રો ના મધ્યમાર્ગી ગઠબંધન પાસે 160 બેઠક છે. જ્યારે દક્ષિણપંથી નેતા મરીન લે પેન ની નેશનલ રેલી પાસે 140 બેઠક છે. જ્યારે ન્યુ પોપ્યુલર ફ્રન્ટમાં સામેલ કટ્ટર ડાબેરી ફ્રાંસ અનબોઇડે સરકાર રચના માટેની માંગ કરી છે. પાર્ટીએ જણાવ્યું કે તેમણે સૌથી વધુ બેઠક જીતી છે એટલે નવા વડાપ્રધાન તેમના હોવા જોઇએ. જ્યારે મીડિયા અહેવાલ અનુસાર ડાબેરી પાર્ટીએ 37 વર્ષના લુસી કાસ્ટેટસને વડાપ્રધાન પદના ઉમેદવાર પસંદ કર્યા છે.
Also Read –