નેપાળની વિચિત્ર ઘટનામાં ખુદ ડેપ્યુટી પીએમ થયા ઘાયલ, હૉસ્પિટલ દોડ્યા

કાઠમંડુઃ આપણા પાડોશી દેશ નેપાળમાં એક વિચિત્ર ઘટના ઘટી છે. અહીં એક પર્યટન મેળાનું ઉદ્ધાટન કરવા ગયેલા ડેપ્યુટી પીએમ દાઝી ગયા અને તેમને હૉસ્પિટલ ભેગા કરવાની ફરજ પડી છે.
નેપાળના ડેપ્યુટી પીએમ અને નાણા પ્રધાન વિષ્ણ પ્રસાદ પૈડેલ પોખરા ભ્રમણ વર્ષ મેળાનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. મેળાની તમામ તૈયારી થઈ ગઈ હતી અને તામજામ સાથે પ્રધાન પણ પધાર્યા હતા. તેવામાં આતશબાજી થઈ અને ત્યારે જ હાઈડ્રોજન બલૂન્સમાં આગ લાગતા પ્રધાન દાઝી ગયા હતા. પ્રધાનને હાથમાં અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હોવાના અહેવાલો છે. તેમની સાથે મેયરને પણ ઈજા થઈ હોવાના અહેવાલો છે.
આ પણ વાંચો…અમેરિકાના રાજ્યોએ DOGEના વડા તરીકે મસ્કની ભૂમિકા સામે દાવો માંડ્યો
ઘટના અંગે માહિતી આપતાં મેયરના અંગત સચિવ પુન લામાએ જણાવ્યું હતું કે પોખરાની એક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ, બંનેને વધુ સારવાર માટે સિમ્રિક એર હેલિકોપ્ટર દ્વારા કાઠમંડુની કીર્તિપુર બર્ન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. લામાએ કહ્યું કે નાયબ વડા પ્રધાન અને પોખરાના મેયર બંને ખતરામાંથી બહાર છે.
આ મેળો લકોને નેપાળ પર્યટન માટે આકર્ષવાના હેતુ સાથે યોજાય છે. જોકે આ વર્ષે યોજાયેલા આ મેળામાં બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. ઘટના એટલી જલદી બની કે કોઈને ખબર જ ન પડી કે શું થયું. જોકે પ્રધાન અને મેયર બન્ને સમયસર દોડી આવતા વધારે ઈજા થઈ ન હતી.