ઇન્ટરનેશનલ

‘ઇમરાન ખાને અમારા લગ્ન તોડાવ્યા..’, બુશરાબીબીના પૂર્વ પતિનો ઘટસ્ફોટ

બુશરાબીબીને 28 વર્ષ ચાલેલા પહેલા લગ્નજીવનથી પાંચ બાળકો છે.

પાકિસ્તાનમાં હાલ જેલમાં સજા ભોગવી રહેલા પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ત્રીજી પત્ની બુશરાબીબીના પૂર્વ પતિએ આક્ષેપ કર્યો છે કે ઇમરાન ખાને તેમના લગ્નજીવનમાં ભંગાણ પાડ્યું હતું. તેઓ બુશરા બીબીના શિષ્ય તરીકે વારંવાર તેમના ઘરે આવતા હતા. તેમણે ‘પીર-મુરીદી’નો (પીરના અનુયાયી બનવું) ડોળ કરીને 28 વર્ષનું લગ્નજીવન તોડી અમારા તલાક કરાવડાવ્યા.

બુશરા બીબીના પૂર્વ પતિ ખાવર માણેકાએ પાકિસ્તાની ન્યુઝ ચેનલ જીયો ન્યુઝને ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેણે ઇમરાન ખાન અને બુશરા બીબીના સંબંધો કઇ રીતે આગળ વધ્યા તે અંગે ચોંકાવનારી માહિતી આપી હતી. ઇમરાન ખાને ફેબ્રુઆરી 2018માં ઓચિંતા જ પોતાના ત્રીજા લગ્નની જાહેરાત કરી હતી. બુશરાબીબી જે પહેલા બુશરા માણેકા તરીકે ઓળખાતા હતા, તેમની એક આધ્યાત્મિક મહિલા તરીકેની છાપ છે.


ખાવર માણેકાએ ન્યુઝ ચેનલને જણાવ્યું હતું કે ઇમરાન બુશરાના શિષ્ય તરીકે તેમના જીવનમાં પ્રવેશ્યો હતો. “28 વર્ષના લગ્નજીવનમાં અમારા 5 બાળકો છે. અમે એકબીજા સાથે ખુશ હતા. તે ઘણીવાર પરવાનગી વગર અમારા ઘરે આવતો હતો. બુશરા ઈમરાનના સંપર્કમાં હોય તે મને પસંદ નહોતું. એકવાર મેં મારા નોકરને કહીને ઈમરાનને ઘરની બહાર કાઢી મુકવા માટે પણ કહ્યું હતું.” તેવું ખાવરે જણાવ્યું હતું.


બંનેની પહેલી મુલાકાત ઇસ્લામાબાદમાં થતી હતી. બુશરાની બહેન મરિયમે ઇસ્લામાબાદમાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન બંનેની મુલાકાત કરાવી હતી. એ પછી બંને અવારનવાર મળવા લાગ્યા. બુશરા ઈમરાન સાથે વાત કરવા માટે બીજા ફોનનો ઉપયોગ કરતી હતી, જે ઈમરાને બુશરાની મિત્ર ફરાહ ગોગી દ્વારા તેને મોકલાવ્યો હતો. બુશરા અને ખાવર વચ્ચે સંબંધો બગડતા તે પંજાબ રહેવા જતી રહી હતી.


ખાવરે વધુમાં કહ્યું- મારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં બુશરા ઘરે પરત ફરવા તૈયાર ન હતી. થોડા મહિના પછી, બુશરાની મિત્ર ફરાહે મને મેસેજ કર્યો અને તલાક માટે કહ્યું. હું બુશરાના ઘરે પંજાબ ગયો અને પૂછ્યું કે શું તે છૂટાછેડા માગે છે, પરંતુ તેણે કોઇ જવાબ ન આપ્યો. તે માથું નમાવીને ઊભી રહી. આ પછી નવેમ્બર 2017માં ખાવરે બુશરાને છૂટાછેડાના પેપર મોકલ્યા હતા.


ઈમરાન-બુશરાના લગ્નને લઈને ઘણી રસપ્રદ વાતો પાકિસ્તાની મીડિયામાં ચર્ચાઇ હતી. કહેવાય છે કે બુશરાને સપનું આવ્યું હતું કે જો ઈમરાન તેના પરિવારની કોઇ વ્યક્તિ સાથે લગ્ન કરે તો તે પાકિસ્તાનના વડાપ્રધાન બની શકશે. આ પછી બુશરાએ ઈમરાનને તેની બહેન અને પુત્રી સાથે લગ્ન કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઈમરાન રાજી ન થયો. પછી બુશરાએ પોતે જ તેના પહેલા પતિને છૂટાછેડા આપીને ઈમરાન સાથે લગ્ન કર્યા હતા.


બુશરાએ 2017માં તેના પહેલા પતિથી તલાક લીધા હતા. આ પછી 18 ફેબ્રુઆરી 2018ના રોજ 66 વર્ષના ઈમરાને 44 વર્ષની બુશરા સાથે લગ્ન કર્યા.


બુશરા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પાકપટ્ટન પ્રાંતમાં જન્મેલી છે. તે પાકિસ્તાનના રાજકારણમાં પ્રભાવ ધરાવતા વટ્ટુ પરિવારમાંથી આવે છે. ડોનના એક અહેવાલ મુજબ ઇમરાન ખાન ઘણીવાર પાકપટ્ટન સ્થિત બાબા ફરીદની દરગાહ પર જતો હતો. દરગાહ પર આવનજાવન દરમિયાન પણ તે ઘણીવાર બુશરાના સંપર્કમાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…