ઓપરેશન સિંદૂરની અસર, પાકિસ્તાન શેરબજાર ક્રેશ , ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

ઇસ્લામાબાદ : ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લોન્ચ કરેલા ઓપરેશન સિંદૂરની અસર આર્થિક મોરચે પણ પાકિસ્તાન પર પડી રહી છે. જેમાં ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન શેરબજારમાં કડાકો થયો છે. જેના લીધે શેરબજારમાં ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી હતી. જેમાં ટ્રેડિંગ બંધ થવાના થોડા સમયમાં KSE-100 ઇન્ડેક્સ 7000 પોઈન્ટ ઘટ્યો અને પાકિસ્તાન શેરબજાર ક્રેશ થઈ ગયું.
વર્ષ 2021 પછી પાકિસ્તાની શેરબજારમાં મોટો ઘટાડો
જેમાં ગુરુવારે ટ્રેડિંગની શરૂઆતમાં પાકિસ્તાની શેરબજારનો મુખ્ય સૂચકાંક KSE-100 ઘટીને 6.50 ટકાના મોટા ઘટાડા સાથે 1,02,997.18 ના સ્તરે પહોંચ્યો. ભારતના ઓપરેશન સિંદૂર પછી બુધવારે તેમાં 6 ટકાનો ઘટાડો થયો હતો અને આજે તેમાં લગભગ 7 ટકાનો ઘટાડો થયો છે. બુધવારે, KSE-100 ઇન્ડેક્સ તેના અગાઉના બંધ 1,13,568.51 થી ઘટીને 1,07,296.11 ના સ્તરે પહોંચી ગયો હતો અને હવે તે વધુ નીચે આવી ગયો છે.વર્ષ 2021 પછી પાકિસ્તાની શેરબજારમાં જોવા મળેલો આ સૌથી મોટો ઘટાડો છે.
આ પણ વાંચો ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ…
શેરબજારમાં ટ્રેડિંગ બંધ કરવું પડ્યું
પાકિસ્તાની શેરબજાર સતત ઘટી રહ્યું છે અને ભારત સાથે યુદ્ધની સ્થિતિને કારણે જનતા અને રોકાણકારો મૂંઝવણમાં છે. પાકિસ્તાની શેરબજાર દરરોજ નીચે જઈ રહ્યું છે. ગુરુવારે બજારમાં શરૂઆતના ઘટાડા વચ્ચે બુધવારની જેમ કારોબાર વધતાં તેમાં વધારો થવાની ધારણા હતી. પરંતુ તેમાં વધારો થવાને બદલે ઘટાડો થતો રહ્યો. જેના કારણે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જને તાત્કાલિક શેરબજારમાં ટ્રેડિંગ બંધ કરવું પડ્યું.