બાંગ્લાદેશમાં હિંદુ છોકરીઓ પર બળાત્કારની ઘટનાઓમાં બેફામ વધારો, આંકડો જોઈને લાગશે આઘાત | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં હિંદુ છોકરીઓ પર બળાત્કારની ઘટનાઓમાં બેફામ વધારો, આંકડો જોઈને લાગશે આઘાત

ઢાકા, બાંગ્લાદેશઃ બાંગ્લાદેશમાં અત્યારે મુખિયા મોહમ્મદ યુનુસની સરકારમાં હિંદુ મહિલાઓની હાલત નર્ક જેવી બની ગઈ છે. લઘુમતી સમુદાયની મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના સતત વધી રહી છે. ચોંકાવનારી વાત છે કે, અત્યારે બાંગ્લાદેશમાં દુષ્કર્મની ઘટનાઓ એટલી હદે વધી ગઈ છે તેને મહામારી સાથે સરખાવવામાં આવી રહી છે. તેમ છતાં કહેવાતા સેક્યુલર લોકો મોઢા સીવીને બેઠા છે. ગાઝામાં જે થઈ રહ્યું છે તેના માટે તે લોકો અવાજ ઉઢાવી રહ્યાં છે મદદે પણ જઈ રહ્યાં છે પરંતુ બાંગ્લાદેશમાં લઘુમતી મહિલાઓ સાથે જે પ્રકારે ક્રુરતા થઈ રહી છે તેના પર બોલવા માટે તેમની પાસે સમય નથી.

બાંગ્લાદેશ લઘુમતી માનવ અધિકાર કોંગ્રેસે જાહેર કર્યો અહેવાલ

બાંગ્લાદેશમાં અત્યારે હિંદુ, ખ્રિસ્તી અને બુદ્ધ ધર્મની મહિલા અને છોકરીને ટાર્ગેટ કરીને દુષ્કર્મ કરવામાં આવી રહ્યું છે. આ મામલે કોઈ વિદેશી સંસ્થાએ નહીં પરંતુ બાંગ્લાદેશ લઘુમતી માનવ અધિકાર કોંગ્રેસે એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યાં છે. બાંગ્લાદેશ લઘુમતી માનવ અધિકાર કોંગ્રેસનું કહેવું છે કે, 2025ની પહેલા ત્રણ મહિનામાં 342 મહિલાઓ સાથે દુષ્કર્મ થયું હતું. આમાંથી 87 ટકા પીડિતો સગીરા હતી એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના છોકરીઓ હતી. મહત્વની વાત એ છે કે, આ મામલે કોઈના કોઈ કારણે ફરિયાદ પણ નોંધવામાં નથી આવી!

40 જેટલી છ વર્ષથી નાની દીકરીઓ સાથે પણ દુષ્કર્મ થયું

બાંગ્લાદેશ લઘુમતી માનવ અધિકાર કોંગ્રેસે એવો પણ ખુલાસો કર્યો છે કે, આ દરમિયાન નાની માસૂમ બાળકીઓને પણ શિકાર બનાવમાં આવી છે. 40 એવી ઘટનાઓ બની છે જેમાં છ વર્ષથી નાની દીકરીઓ સાથે દુષ્કર્મ થયું છે. દુષ્કર્મ સાથે સામૂહિત દુષ્કર્મની ઘટનાઓમાં પણ વધારો થયો છે. જેમાં મોટાભાગની સગીરાઓ આનો શિકાર બની છે. ચોંકાવનારી વાત એ છે કે, આ તો માત્ર મૂળ આંકડાનો એક નાનો આંકડો છે. વાસ્તવમાં આની સંખ્યા હજારોમાં છે. જે વર્તમાન સરકારના ભય અને દબાવના કારણે છુપાયેલી છે.

અનેક મૃતદેહોની તો ઓળખ પણ થઈ શકી નથીઃ રિપોર્ટ

HRCBM દ્વારા જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે કે, અનેક ઘટનાઓ એવી પણ બની છે તેમાં દુષ્કર્મ થયા બાદ મહિલાઓ અને યુવતીઓની માત્ર લાશ મળી હતી, તેમાં તેમનું માથું ગાયબ હતું. જેના કારણે મૃતદેહ કોનો છે તેની કોઈ ઓળખ જ ના થઈ શકી! આવી ઘટનાઓ બન્યા બાદ સમજી શકાય કે અપરાધીઓ કેટલી હદે ક્રુર માનસિતા ધરાવતા હશે. રિપોર્ટ્સ પ્રમાણે કાયદા અમલીકરણ અને નીચલી અદાલતોમાં ધાર્મિક પૂર્વગ્રહના આરોપોના કારણે પરિવારોને ન્યાય નથી મળી રહ્યો. આવી અનેક ઘટનાઓ છે જેમાં ગુનાઓ નોંધાયા જ નથી! જે ફરિયાદ થઈ જ નથી તો સજા કેવી રીતે થાય? આ આંકડાઓ ખરેખર ખૂબ જ દયનીય છે. બાંગ્લાદેશમાં લઘુમતી મહિલાઓની સુરક્ષા મામલે સવાલો થઈ રહ્યાં છે.

આ પણ વાંચો…હોસ્પિટલમાં પોલીસને હાથતાળી આપીને ભાગી ગયેલી બાંગ્લાદેશી મહિલા નવી મુંબઈથી પકડાઇ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button