Pakistanમાં આ રીતે કહેવાય છે I Love You, જાણશો તો મોજ પડી જશે…
અત્યારે આખી દુનિયા પ્રેમના પર્વની એટલે કે વેલેન્ટાઈન વીકની જોરશોરથી ઉજવણી કરી રહી છે. આમ તો એવું કહેવાય છે કે પ્રેમની કોઈ ભાષા, જાત પાત કે ભાત હોતી નથી, દુનિયાના કોઈ પણ ખૂણે પ્રેમની એક જ ભાષા હોય છે, પરંતુ તેમ છતાં જ્યારે પ્રેમની અભિવ્યક્તિની વાત આવે ત્યારે માત્ર અલગ અલગ ભાષામાં તેને અલગ અલગ રીતે એકસપ્રેસ કરવામાં આવે છે. તમે પણ અત્યાર સુધીમાં કોઈ પાસે પોતાની લાગણીઓ વ્યક્ત કરી જ હશે કે પછી કરવાના હશો ને??
આ જ વાતને જરા ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો જેમ હું તને પ્રેમ કરું છું ને અંગ્રેજીમાં I Love You કહીને એકસપ્રેસ કરવામાં આવે છે તો બંગાળી ભાષામાં આમી તોમાકે ભાલોબાશી કહેવાય છે તો હિંદીમાં હમ આપસે પ્યાર કરતે હૈ અને મરાઠીમાં માઝ તુઝ્યા વર ખૂપ પ્રેમ આહે કહીને પ્રેમની લાગણી વ્યક્ત કરવામાં આવે છે.
ખેર આ તો થઈ ભારતમાં કઈ રીતે પ્રેમની અભિવ્યક્તિ કરવામાં આવે છે એની, પરંતુ શું તમને ખબર છે કે આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં I Love You કહેવા માટે કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે?? નહીં ને? ચાલો આજે તમને જણાવીએ કે આખરે પાકિસ્તાનમાં લોકો કઈ રીતે એકબીજાને I Love You કહે છે એ…
હવે પાકિસ્તાનમાં ઉર્દુ અને મિકસ પંજાબી ભાષા વધારે બોલવામાં આવે છે, પણ એમાં ઉર્દુને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે, એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ. તમારી જાણ માટે આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં I Love You કહેવા માટે ખૂબ જ સુંદર શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે જોઈએ કયા છે આ મેજિકલ વર્ડ્સ… પાકિસ્તાનમાં લોકો પોતાના પ્રેમનો ઈઝહાર કરવા માટે મુઝે આપસે મહોબ્બત હૈ એવા સુંદર મધની ચાસણીમાં ડૂબાડવામાં આવ્યા હોય મીઠા મધુરા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે.
અત્યારે ઈઝહાર એ મહોબ્બતની મૌસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે ત્યારે તમે પણ તમારા પ્રિય પાત્ર સમક્ષ તમારી લાગણી વ્યક્ત કરવાનું ચૂકશો નહીં, પછી એ માટે અહીં જણાવવામાં આવેલી કોઈ પણ ભાષાનો ઉપયોગ કેમ ન કરવામાં આવે? લાગણી તો એ જ રહે છે ને મારા વ્હાલા…