Top Newsઇન્ટરનેશનલ

દક્ષિણ અમેરિકાના પેરુમાં ભયાનક અકસ્માત: ડબલ-ડેકર બસ ઊંડી ખાઈમાં ખાબકતા 37ના મોત

દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં એક હૃદયદ્રાવક સડક અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. બુધવારે અરેક્વિપા પ્રાંતમાં ડબલ-ડેકર બસ પિકઅપ ટ્રક સાથે અથડાઈને 200 મીટર ઊંડી ખાઈમાં પડી ગઈ, જેમાં 37 લોકોના મોત થયા અને 24 ઘાયલ થયા. આ ઘટના પેરુ-ચિલીને જોડતા પાનઅમેરિકન હાઇવે પર બની હતી. ઉલ્લેખનીય છે પાછલા થોડા વર્ષોથી અહીં વિનાશક અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે સુધીમાં 37 મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત 24 લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ઘાયલ લોકોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃતકોની સંખ્યામાં વઘારો થઈ શકે છે. ઘટના સ્થળ બચાવ કામગીરી યથાવત્ છે, આ ઉપરાંત બસને ખાઈમાંથી કાઠી લેવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

લામોસાસ કંપનીની આ ડબલ-ડેકર બસ મંગળવારે રાત્રે કારાવેલી પ્રાંતના ચાલા ગામથી નીકળી હતી અને અરેક્વિપા – પેરુના બીજા સૌથી મોટા શહેર – તરફ જઈ રહી હતી. બસમાં બાળકો, વૃદ્ધો સહિત 60થી વધુ મુસાફરો સવાર હતા. એક તીવ્ર વળાંક પર પિકઅપ ટ્રક સાથે સીધી ટક્કર થતાં ડ્રાઈવરે બસ પરનું નિયંત્રણ ગુમાવ્યું, જે બાદ ખાઈમાં પડી ગઈ.

સ્થાનિક મીડિયા અનુસાર, બચાવ કાર્યમાં જોડાએ ટીમે જણાવ્યું કે બસ ખાઈમાં ખાબકીને નદી પાસે પડી હતી. ખાઈ ઊંડાઈ વધુ હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે.

આ પણ વાંચો…મુમ્બ્રા ટ્રેન અકસ્માત કેસ: એન્જિનિયરની જામીન અરજીની સુનાવણીમાં દલીલો પૂર્ણ, આવતીકાલે વધુ સુનાવણી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button