હોંગકોંગ અગ્નીકાંડ: આગ કાબુમાં આવી, અત્યાર સુધી 94નાં મોત, 279 હજુ પણ ગુમ

હોંગકોંગ: બુધવારે બપોરે હોંગકોંગના નોર્થ તાઈ પો જિલ્લામાં સ્થિત વાંગ ફુક કોર્ટ હાઉસિંગ કોમ્પ્લેક્સ(Wang Fuk Court housing complex)ની 7 બહુમાળી બિલ્ડીંગમાં એક સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. તંત્રએ મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો છે. આ ઘટનામાં 94 લોકોના મોત થયા છે અને હજુ પણ ઘણાં લોકો ગુમ છે.
અહેવાલ મુજબ, વાંગ ફુક કોર્ટ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં આઠ ટાવર આવેલા છે, જેમાં લગભગ 4,600 થી વધુ લોકો રહેતા હતા, જેનું રીનોવેશન ચાલી રહ્યું હતું. જેના માટે બિલ્ડીંગ્સને વાંસના પાલખ અને લીલા રંગની જાળીથી લપેટવામાં આવી હતી, આ જાળી ફાયરપ્રૂફ ન હતી. કોઈ કારણોસર જાળીએ આગ પકડી લીધી હતી. આગ ખુબ જ ઝડપથી 7 બિલ્ડીંગમાં ફેલાઈ ગઈ. આ ઘટનાના ભયાનક દ્રશ્યો સોશિયલ મીડિયા પર શેર થયા છે.
રેસ્ક્યુ ઓપરેશન મુશ્કેલ:
ગુરુવારે સવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે 279 જેટલા લોકો ગુમ છે, પરંતુ ત્યાર બાદથી આ અંગે અપડેટ આપવા આવ્યું નથી. ફાયર વિભાગના જણાવ્યા મુજબ મદદ માટે આવેલા 25 કોલ્સનું હજુ નિરાકરણ આવ્યું નથી.
ઉપરના માળેથી લોકોને બહાર કાઢવા માટે ખુબ જ મુશ્કેલી પડી હતી, કેમ કે આગને કારણે બિલ્ડીંગમાં અત્યંત ગરમી અને ગાઢ ધુમાડો હતો. તૂટી પડતા પાલખને કારણે પણ બચાવ કાર્યમાં બાધા ઉભી થઇ હતી.
ત્રણ લોકોની ધરપકડ:
એક વર્ષથી વધુ સમયથી બિલ્ડીંગનું મેન્ટેનન્સ કાર્ય કરી રહેલી પ્રેસ્ટિજ કન્સ્ટ્રક્શન કંપનીના બે ડિરેક્ટરો અને એક એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ કંપનીએ તેના કામ દરમિયાન ઘોર બેદરકારી દાખવી હોવા પ્રાથમિક પુરાવા મળ્યા છે. પોલીસે કંપનીની ઓફિસ પર દરોડા પડ્યા છે અને બિડિંગને સંબંધિત દસ્તાવેજો, કર્મચારીઓની યાદી, 14 કોમ્પ્યુટર અને 3 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.
આ પણ વાંચો…હોંગકોંગ અગ્નિકાંડ: 44ના મોત, 300થી વધુ ગુમ, ત્રણની ધરપકડ, આ કરણે લાગી વિકરાળ આગ



