હોંગકોંગ અગ્નિકાંડ: 44ના મોત, 300થી વધુ ગુમ, ત્રણની ધરપકડ, આ કરણે લાગી વિકરાળ આગ

હોંગકોંગ: ગઈ કાલે બપોરે બુધવારે હોંગકોંગના નોર્થ તાઈ પો જિલ્લામાં સ્થિત વાંગ ફુક કોર્ટ હાઉસિંગ કોમ્પ્લેક્સ(Wang Fuk Court housing complex)ની 7 બિલ્ડીંગમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી, જેમાં 44 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, 45 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે લગભગ 300થી વધુ લોકો ગુમ છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે, મૃત્યુઆંક ઝડપથી વધી શકે છે. શંકાને આધારે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક અહેવાલ મુજબ મેન્ટેનન્સ કાર્ય દરમિયાન ઉપયોગમાં લેવાતા લાકડાના સ્કેફોલ્ડિંગ અને બારીમાં લગાવવામાં આવેલા ફોમને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.
વાંગ ફુક કોર્ટ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં 32 માળના કુલ આઠ બ્લોક આવેલા છે, જેમાં કુલ મળીને 2,000થી વધુ એપાર્ટમેન્ટ છે. આગને કારણે 5,000 જેટલા રહેવાસીઓને અસર થઇ છે. આ ઘટનાને કારણે સમગ્ર હોંગકોંગના શોકનો માહોલ છે.
રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી:
ગુરુવારે સવારે અધકારીઓએ આપેલી માહિતી મુજબ આખીરાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ચાર બ્લોકમાં આગ પર ઓલવવામાં આવી છે, અને ત્રણ બ્લોકમાં કામગીરી ચાલુ રહી હતી. અત્યંત ગરમી અને ધુમાડાને કારણે ફાયરફાઈટર્સને ઉપરના માળે ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે મુશ્કેલી પડી રહી હતી.
સોશિયલ મડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઅવા મળે છે, બે ટાવરમાંથી હજુ પણ આગ સળગી રહી છે અને કેટલાક ટાવરોમાંથી ધુમાડો નીકળી રહ્યો છે.
આ કારણે ફેલાઈ આગ:
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ બિલ્ડીંગ્સને પ્રોટેકટીવ મેશ શીટ્સ અને પ્લાસ્ટિકથી કવર કરવામાં આવી હતી, જે આગના ફાયર સેફ્ટીના સ્ટાન્ડર્ડ પુરા કરતી ન હતી. મેન્ટેનન્સ કાર્ય માટે કન્સ્ટ્રકશન કંપનીએ બારીઓ ફોમ મટીરીયલથી સીલ કરી હતી હતી, જેને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ.
Horrifying visuals from hong kong several buildings burned more than dozen people burnt alive . Rescue teams are trying very hard . Wishing for safety of everyone.#hongkong #hongkongfire #FireStorm #HongKongers pic.twitter.com/njZxB4zswF
— (@itsnisha03) November 26, 2025
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ બાંધકામ કંપનીના બે ડાયરેક્ટ અને એક એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે.
સલામતીના કારણોસર માર્ચથી હોંગકોંગમાં કન્સ્ટ્રકશન દરમિયાન વપરાતી લીલી જાળી અને લાકડાના સ્કેફોલ્ડિંગ તબક્કાવાર બંધ કરવામાં આવ્યા હતાં.
હોંગકોંગમાં લાગેલી આગની સરખામણી 2017 માં લંડનમાં ગ્રેનફેલ ટાવરમાં લાગેલી આગ સાથે કરવામાં આવી રહી છે, જેમાં 72 લોકો માર્યા ગયા હતા.
આપણ વાંચો: અમેરિકાના વ્હાઇટ હાઉસ નજીક શંકાસ્પદ અફઘાન નાગરિકે કર્યો ગોળીબાર, બે નેશનલ ગાર્ડનું મોત



