ઓસ્કર વિજેતા જેન હેકમનેનું નિધનઃ પત્નીનો મૃતદેહ ઘરમાંથી મળતા ખળભળાટ

નવી દિલ્હી: હોલીવુડમાંથી એક માઠા સમાચાર જાણવા મળી રહ્યા છે. બે વખતના ઓસ્કર વિજેતા દિગ્ગજ અભિનેતા જીન હેકમેનનું નિધન થયું છે. હોલીવુડ એક્ટર જીન હેકમેન અને તેમની પત્ની, શાસ્ત્રીય પિયાનોવાદક બેટ્સી અરાકાવા, આજે બપોરે તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની સોસાયટી સાન્ટા ફે કાઉન્ટીના શેરિફ અદાન મેન્ડોઝાએ ગુરુવારે મોડી રાતે દંપતીના મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું હતું કે દંપતીનો ડોગી પણ મૃત હાલતમાં મળી આવ્યો છે.
બુધવારે મેન્ડોઝાએ એક્ટરના મૃત્યુની પુષ્ટિ કરી હતી પણ દંપતીનું મૃત્યુ ક્યારે થયું તેની કોઈ પુષ્ટિ હજુ થઈ નથી. ન્યૂ મેક્સિકોમાં સાન્ટા ફે કાઉન્ટી શેરિફના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે પુષ્ટિ કરીએ છીએ કે જીન હેકમેન અને તેની પત્ની બંને બુધવારે બપોરે સનસેટ ટ્રેઇલ પરના તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ કેસની તપાસ ચાલી રહી છે, જોકે, હાલ એવું માનવાને કોઇ અવકાશ નથી કે તેમના પર કોઇ બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.”
જીન હેકમેન એક પ્રખ્યાત હોલીવુડ સ્ટાર હતા. 1930માં જન્મેલા હેકમેને તેમની કારકિર્દીમાં 100થી વધુ ફિલ્મો બનાવી હતી. ફિલ્મ “ધ ફ્રેન્ચ કનેક્શન”માં જીમી “પોપાય” ડોયલની ભૂમિકા માટે તેમને બેસ્ટ એક્ટરનો ઓસ્કર મળ્યો હતો.
આ પણ વાંચો : હોલીવુડની મ્યુઝિશિયન ટેલર સ્વિફ્ટે મેળવી નવી સિદ્ધિ, આ અભિનેત્રીને પાછળ છોડી
આ ઉપરાંત, તેમને તેમની ફિલ્મ અનફોરગીવનમાં લિટલ બિલ ડેગેટની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ઓસ્કર આપવામાં આવ્યો હતો. અન્ય એક ફિલ્મમાં ઓસ્કરનું નોમિનેશન મળ્યું હતું, જે 1967માં રિલીઝ બોની એન્ડ ક્લાઈડ હતી, જેમાં બક બેરોની ભૂમિકા કરી હતી. એના સિવાય 1970માં આવેલી આઈ નેવર સેંગ ફોર માય ફાધર માટે પણ નોમિનેશન મળ્યું હતું, જેમાં જીન ગેરિસનની ભૂમિકા ભજવી હતી.