ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં સત્તાપલટા પછી હિન્દુઓ ‘અ-સુરક્ષિત’: મંદિરો, ગુરુદ્વારામાં તોડફોડ

ઢાકા-નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં શેખ હસીનાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યા પછી દેશ છોડ્યા પછી હજુ પણ બાંગ્લાદેશ ભડકે બળી રહ્યું છે. સત્તાધારી પાર્ટી સામે વિરોધીઓના વિરોધ પ્રદર્શન હેઠળ હિંસક તોફાનો બાદ નમતું જોખ્યા પછી હવે વચગાળાની સરકાર બનાવશે, પરંતુ હવે હિન્દુ સહિત અન્ય લઘુમતી કોમના લોકો અસુરક્ષિત હોવાનું સરકારે કબૂલ્યું છે.

આ પણ વાંચો: શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ પણ બાંગ્લાદેશમાં હિસાનો દોર ચાલુ

બાંગ્લાદેશમાં હિન્દુ, ખ્રિસ્તી રહેવાસી વિસ્તારોના ધાર્મિક સ્થળો પર હુમલાનું પ્રમાણ વધ્યું છે. બાંગ્લાદેશમાં લગભગ 1.30 કરોડ હિંદુઓ રહે છે. શેખ હસીનાએ સત્તા ગુમાવ્યા પછી હિંદુઓ ડરેલા છે, જ્યારે વિરોધીઓ દ્વારા નિરંતર હુમલા કરવામાં આવતા આગામી દિવસોમાં કટ્ટરપંથીઓ દ્વારા વધુ હુમલાઓ કરી શકાય છે. રાજ્યસભામાં આજે બાંગ્લાદેશ મુદ્દે વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે હાલમાં બાંગ્લાદેશમાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પોલીસ પ્રશાસન દ્વારા તેમને રોકવા જતા પોલીસ ટોળાઓ હિંસક હુમલાઓ કર્યા હતા.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર, અલ્પસંખ્યકોને નિશાન બનાવાયા

હિંદુઓ ઉપર હુમલા હિંસક બન્યા
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન પછી હવે લઘુમતીઓમાં ખાસ કરીને હિંદુઓની હાલત કફોડી થઈ છે. 27 જિલ્લામાં હિંદુઓના રહેવાસીઓ વિસ્તારોના રહેવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં બે જણની હત્યા કરી છે. ટોળાઓએ ઈસ્કોન મંદિરની સાથે કાલી માતાના મંદિરને આગ ચાંપવાના બનાવો બન્યા હતા. છે. મંદિરોની મૂર્તિઓને તોડવાની સાથે હિંદુઓની દુકાનોમાં લૂંટફાટ અને અનેક ઘરોને સળગાવવામાં આવ્યા છે.

હિંદુઓની વસ્તીની સંખ્યા 8.5 ટકા રહી
પડોશી રાષ્ટ્રમાં નિરંતર હિંદુઓની વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે. પાકિસ્તાનના ભાગલા પછી બાંગ્લાદેશની કુલ વસ્તીમાં 22 ટકા હિંદુઓ હતા, ત્યારબાદ 1991માં હિંદુઓની વસ્તી ઘટીને પંદર ટકા રહી હતી, જ્યારે 2011માં કુલ વસ્તીમાં હિંદુઓની વસ્તી ઘટીને હવે સાડા આઠ ટકા જેટલી રહી છે. હિંદુઓ પરના અત્યાચારોમાં નિરંતર વધારાને કારણે સ્થાળંતરણ થયું છે, જ્યારે મુસ્લિમોની વસ્તી 1951માં 76 ટકાથી વધીને 91 ટકા થઈ છે.

19,000 નાગરિકો બાંગ્લાદેશમાં ફસાયા
રાજ્યસભાને સંબોધતી વખતે વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે એક અંદાજ અનુસાર લગભગ 19,000 ભારતીય નાગરિક બાંગ્લાદેશમાં ફસાયા છે, જેમાંથી લગભગ નવ હજાર ભારતીય વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. જોકે, આમાંથી અમુક વિદ્યાર્થી ભારત પાછા ફર્યા છે, પરંતુ બાંગ્લાદેશમાં હજુ પણ લઘુમતી કોમના લોકોની હાલત સારી નથી. હાલના તબક્કે આ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ.. રાત્રે કરવામાં આવતી આ ભૂલોને કારણે વધે છે વજન