ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

‘બાંગ્લાદેશમાં હિંદુ સુરક્ષિત છે, અફવા ફેલાવવાનું બંધ કરો’ બાંગ્લાદેશના હિન્દુ નેતાનું નિવેદન

ઢાકા: બાંગ્લાદેશમાં આજે બુધવારે વચગાળાની સરકારની રચના (Bangladesh Unrest) થવાની ધારણા છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને (Mohammad Yunus) વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કર્યા છે. ત્યાર બાદ દેશમાં સ્થિરતા સ્થાપવાની આશા છે. છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશમાંથી હિંદુઓ (Hindus in Bangladesh) પર હુમલાના અહેવાલો આવી રહ્યા છે, ત્યાં બે હિન્દુ નેતાઓની હત્યા કરવામાં આવી છે. એવામાં બાંગ્લાદેશના અગ્રણી હિંદુ નેતાએ મહત્વનું નિવેદન આપતા કહ્યુ કે બાંગ્લાદેશમાં હિંદુ સુરક્ષિત છે.

બાંગ્લાદેશના હિન્દુ સંગઠન ‘બાંગ્લાદેશ જાતિ હિન્દુ મોહજોત’ના મહાસચિવ ડો.ગોવિંદ ચંદ્ર પ્રામાણિક દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે મંગળવારે કહ્યું કે ભારતીયો અફવાઓ અને ખોટી વાર્તાઓ રચી રહ્યું છે. બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સુરક્ષિત છે.

તેમણે એક વીડિયો જાહેર કરીને કહ્યું કે શેખ હસીનાએ સોમવારે બપોરે દેશ છોડ્યો ત્યારે હિંદુ સમુદાયના લોકોએ વિચાર્યું કે તેમના પર હુમલો કરવામાં આવશે, તેમની સંપત્તિ લૂંટવામાં આવશે, તેમના ઘરોને તોડી પાડવામાં આવશે અને સળગાવી દેવામાં આવશે પરંતુ બાંગ્લાદેશ નેશનલ પાર્ટી(BNP) અને જમાતના નેતાઓએ સ્થાનિક નેતાઓની હિંદુઓની સંપત્તિ અને મંદિરોની સુરક્ષા માટે સૂચનાઓ આપી.

ડો.ગોવિંદ ચંદ્ર પ્રામાણિકે વધુમાં જણાવ્યું કે આ પછી અમને જાણવા મળ્યું કે તેઓ સોમવારથી અમારી સુરક્ષા કરી રહ્યા છે અને અમારી સાથે કોઈ ખોટી ઘટના બની નથી પરંતુ અવામી લીગના કેટલાક હિંદુ નેતાઓ કે જેઓ તેમની સરકાર દરમિયાન અહંકારી બની ગયા હતા અને આવા જ કેટલાક મુસ્લિમ નેતાઓ પર પણ હુમલા થયા હતા અને કેટલાક તકવાદીઓએ એક-બે જગ્યાએ નાના મોટા હુમલા કર્યા.

તેમણે કહ્યું કે અમે જોયું કે ભારત અફવાઓ ફેલાવી રહ્યું છે અને નકલી વાર્તાઓ બનાવી રહ્યું છે. જ્યારે એક ભારતીય પત્રકારે મને ફોન કર્યો ત્યારે મેં કહ્યું કે જો તમે ખરેખર આટલા ચિંતિત છો તો શેખ હસીના તમારા દેશમાં છે તો સારું રહેશે કે તમે નરેન્દ્ર મોદીને બદલે શેખ હસીનાને તમારા દેશના વડાપ્રધાન બનાવો. તે ભારતની સાથે સાથે તમારા સેવન સિસ્ટર્સને પણ બચાવી શકશે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button