ઇન્ટરનેશનલ

હિંદુ મૂલ્યો વિશ્વમાં શાંતિ લાવશે… થાઈલેન્ડના પીએમનું મોટું નિવેદન

બેંગકોકઃ બેંગકોકઃ એક તરફ દુનિયાના વિવિધ ભાગોમાં સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે થાઈલેન્ડના વડાપ્રધાને હિંદુ ધર્મને લઈને મોટી વાત કહી દીધી છે. થાઈલેન્ડના પીએમ શ્રેથા થવીસિને કહ્યું હતું કે આજે હિન્દુઓની વિશ્વમાં એક સમૃદ્ધ અને પ્રગતિશીલ સમાજ તરીકે ઓળખ થઈ રહી છે.અશાંતિ સામે લડી રહેલી દુનિયાએ હિંદુ ધર્મના મૂલ્યોમાંથી પ્રેરણા લેવી જોઈએ. હિંદુ ધર્મના અહિંસા, સત્ય, સહિષ્ણુતા અને સંવાદિતાના માર્ગે ચાલીને જ શાંતિ પ્રાપ્ત કરી શકાય છે. તેનાથી જ વિશ્વમાં શાંતિ આવી શકે છે.

વિશ્વમાં હિંદુઓની ઓળખ પ્રગતિશીલ અને પ્રતિભાશાળી સમાજ તરીકે સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે શુક્રવારે થાઈલેન્ડની રાજધાનીમાં થર્ડ વર્લ્ડ હિંદુ કોંગ્રેસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં થાઈલેન્ડના વડાપ્રધાન પણ હાજરી આપવાના હતા. જોકે, કેટલાક વ્યસ્ત કાર્યક્રમના કારણે વડાપ્રધાન થવીસિન મીટીંગમાં આવી શક્યા ન હતા. તેમના દ્વારા મોકલવામાં આવેલ સંદેશ આ બેઠકમાં વાંચવામાં આવ્યો હતો.


તેમણે પોતાના સંદેશમાં કહ્યું કે હિંદુ ધર્મના સંદેશાઓ અને મૂલ્યો પર વિશ્વ હિંદુ સંમેલનનું આયોજન થાઈલેન્ડ માટે સન્માનની વાત છે. થાઈ વડા પ્રધાને કહ્યું કે વેદ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના સિદ્ધાંતોની કલ્પના કરે છે.

શાંતિનો ખ્યાલ પણ આ સિદ્ધાંતો પર આધારિત વિશ્વ હિંદુ સંમેલનમાં વિશ્વના 61 દેશોમાંથી 2200 થી વધુ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ તમામ મહાનુભાવો શિક્ષણ, અર્થતંત્ર, શિક્ષણ, સંશોધન અને વિકાસ, મીડિયા અને રાજકારણ સહિતના ક્ષેત્રોમાં સિદ્ધિઓ ધરાવે છે અને સારી નામના પણ ધરાવે છે જેમાં લગભગ 25 દેશોના સાંસદો અને મંત્રીઓ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, થાઈલેન્ડમાં ભારતીય સમુદાયના લગભગ 10 લાખ લોકો રહે છે. સમગ્ર સમુદાય થાઈલેન્ડના વેપાર અને આર્થિક વિકાસમાં ફાળો આપે છે.

દુનિયામાં હિંદુઓના એક માત્ર દેશ એવા ભારતમાં વિવિધ રાજકીય પક્ષો અવારનવાર હિંદુ ધર્મનું અપમાન કરે છે એવા સમયે એક વિદેશી વડા પ્રધાન હિંદુ ધર્મની પ્રશંસા સ્તુતિ કરે એ ઘણી મહત્વની વાત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button