ઇન્ટરનેશનલનેશનલ

ઈઝરાયલમાં હાઈ એલર્ટ, નાગરિકો પર મૂકવામાં આવ્યા પ્રતિબંધો, જાણો કેમ?

તેલ અવીવઃ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. બંને એકબીજા પર નિરંતર હુમલાઓ કરી રહ્યા છે ત્યારે ઈઝરાયલના હોમ ફ્રન્ટ કમાન્ડે નાગરિકોની સુરક્ષા માટે રાજધાની તેલ અવીવ અને ખાસ કરીને ઉત્તરીય વિસ્તારમાં રહેનારા નાગરિકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.

લેબનોન વચ્ચે વધતા તણાવ વચ્ચે ઇઝરાયલે આગામી 48 કલાક માટે ઇમરજન્સીની જાહેરાત કરી છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલેન્ટે ઇમરજન્સીની જાહેરાત કરી હતી. તે “હોમ ફ્રન્ટમાં વિશેષ સ્થિતિ”ના રૂપમાં આવે છે જે ઇઝરાયલની આર્મીના હોમ ફ્રન્ડ કમાન્ડને પ્રતિબંધ જાહેર કરવામાં સક્ષમ બનાવે છે.

આ પણ વાંચો: ઇઝરાયલ અને લેબનોન વચ્ચે મહા યુદ્ધની શરૂઆત!

ઇમરજન્સી સ્થિતિમાં કાનૂની શબ્દ “વિશેષ સ્થિતિ” નો ઉપયોગ અધિકારીઓને નાગરિકો પર વધુ અધિકારો આપવા માટે કરવામાં આવે છે. તેમની સલામતીના પ્રયત્નોને સરળ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તે આગામી 48 કલાક સુધી લાગુ રહેશે જો તેને વધારવી હશે તો કેબિનેટની મંજૂરીની જરૂર પડશે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ) ના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ હિઝબુલ્લાહના હુમલાના જવાબમાં ઇઝરાયલ દ્વારા સંભવિત હુમલા અંગે દક્ષિણ લેબનોનમાં રહેતા લેબનીઝ નાગરિકોને ચેતવણી આપી હતી.

એક પ્રેસ કોન્ફરન્સમાં આઈડીએફના પ્રવક્તાએ કહ્યું હતું કે, “અમે દક્ષિણ લેબનોનમાં રહેતા લેબનીઝ નાગરિકોને ચેતવણી આપી છે. અમે માનીએ છીએ કે હિઝબુલ્લાહ અમારા પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. અમે હુમલો કરી શકીએ છીએ. તેમણે કહ્યું, “આઈડીએફ ઇઝરાયલના નાગરિકોની સલામતી માટે દરેક મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે.”

આ પણ વાંચો: પિતા બર્થ સર્ટિફિકેટ બનાવડાવી રહ્યા હતા, અને ઇઝરાયલે જોડિયા બાળકોને મારી નાખ્યા, ગાઝાના પિતાની વેદના

તેમણે કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં હિઝબુલ્લાહ ઇઝરાયલ પર રોકટ સંભવત મિસાઇલ અને માનવ રહિત વ્હીકલ્સ લોન્ચ કરશે. જેથી હોમ ફ્રન્ટ કમાન્ડ મારફતે જીવન રક્ષક નિર્દેશો ઇઝરાયલની જનતાને આપવામાં આવશે. હોમ ફ્રન્ટ કમાન્ડ એ ક્ષેત્રોને અપડેટ કરશે જેમના પર કોઇ હુમલાનો ખતરો હોય.

નોંધનીય છે કે ગયા મહિને તેહરાનમાં હમાસના રાજકીય નેતા ઇસ્માઇલ હાનિયેહની હત્યા પછી ઈરાને “દંડ” આપવાની ધમકી આપી હતી. જો કે, ઇઝરાયલે ઇસ્માઇલની હત્યાને લઇને કોઇ નિવેદન આપ્યું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button