Hezbollahના ડ્રોન હુમલામાં ઇઝરાયલના 4 સૈનિકોના મોત અને 67 ઘાયલ, ઇઝરાયલે આપી મોટી ચેતવણી

તેવ અવિવ: ઇઝરાયલ છેલ્લા ઘણા દિવસોથી લેબનાનની રાજધાની બૈરુત સહીત ઘણા વિસ્તારોમાં એરસ્ટ્રાઈક કરી રહ્યું છે, જેમાં નિર્દોષ નાગરીકો સહીત હજારો લોકોના મોત થતા થયાના અહેવાલ છે. હવે લેબનાનનું હિઝબુલ્લા સંગઠન ઇઝરાયલને વળતો જવાબ (Hezbollah attack on Israel) આપી રહ્યું છે, હિઝબુલ્લાએ ઈઝરાયેલના બિન્યામિના પાસેના એક સૈન્ય મથક પર મોટો હુમલો કર્યો છે. જેમાં ઈઝરાયેલ સેનાના ચાર જવાનોએ માર્યા ગયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
જેની સામે ઇઝરાયેલી સેનાએ સોમવારે ચેતવણી જાહેર કરી હતી કે તે લેબનાનની બેકા ઘાટીમાં હુમલો કરવા જઇ રહી છે. એવો આરોપ છે કે હિઝબુલ્લાહ ત્યાં હથિયારોનો સંગ્રહ કરે છે. તેમણે નાગરિકોને ત્યાંથી ખસી જવાની અપીલ કરી છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) ના પ્રવક્તા ડેનિયલ હગારીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે “તમારી પોતાની સલામતી માટે, એવા ઘરોથી દૂર રહો જ્યાં શસ્ત્રોનો રાખવામાં આવ્યા છે.”
સોમવારે હગારી તરફથી મળેલી આ બીજી ચેતવણી હતી. વહેલી સવારે, દક્ષિણ લેબનોનના રહેવાસીઓને તાત્કાલિક સ્થળાંતર કરવા માટે કહેવામાં આવ્યું હતું, કારણ કે ઇઝરાયેલે હિઝબુલ્લાહની ક્રુઝ મિસાઇલો છુપાવેલી હતી એ સાઇટ્સને નિશાન બનાવીને હવાઈ હુમલાની યોજના બનાવી છે.
અહેવાલ મુજબ આ હિઝબુલ્લાહનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો હતો. ઇઝરાયલી સેનાએ કહ્યું કે ડ્રોને રવિવારે સાંજે બેઝ પર હુમલો કર્યો. ઈઝરાયેલના સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. કોઈપણ ડ્રોન કોઈપણ ચેતવણી વિના ઈઝરાયેલની હવાઈ ક્ષેત્રમાં કેવી રીતે પ્રવેશી ગયું? અમે તેની તપાસ કરી રહ્યા છીએ. અમારે સુરક્ષા વધારે મજબુત કરવાની જરૂર છે. હિઝબુલ્લાએ ઇઝરાયલના હાઇફા શહેરને નિશાન બનાવીને લગભગ 25 રોકેટ અને મિસાઇલો છોડ્યા હતા.
હિઝબુલ્લાહે હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું કે તેણે IDF ટ્રેનિંગ બેઝ પર ડ્રોન વડે હુમલો કર્યો હતો. હિઝબુલ્લાહે એમ પણ કહ્યું હતું કે તેમણે એવા વિસ્તારોને નિશાન બનાવ્યા હતા જ્યાં લેબનોન પર હુમલો કરવાની યોજના બનાવી રહેલી ઇઝરાયલી સેનાના જવાનો હાજર હતા.
Also Read –